સાપુતારામાં ઠંડા પવનથી વાતાવરણ ખુશનુમા બન્યું:પ્રવાસીઓએ એડવેન્ચર એક્ટિવિટીનો રોમાંચ માણ્યો, સાંજના સમયે રોપવે પોઈન્ટ અને લેક સાઈડ પર ભારે ભીડ

Gujarat5/19/2026, 2:19:51 PM
સાપુતારામાં ઠંડા પવનથી વાતાવરણ ખુશનુમા બન્યું:પ્રવાસીઓએ એડવેન્ચર એક્ટિવિટીનો રોમાંચ માણ્યો, સાંજના સમયે રોપવે પોઈન્ટ અને લેક સાઈડ પર ભારે ભીડ
સમગ્ર ગુજરાતમાં જ્યારે સૂર્યદેવ આકરા મિજાજમાં છે અને લોકો ઉનાળાની કાળઝાળ ગરમીથી પરેશાન છે, ત્યારે રાજ્યના એકમાત્ર ગિરિમથક સાપુતારામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. છેલ્લા 2 દિવસથી અહીં સતત ફૂંકાઈ રહેલા ઠંડા પવનોને કારણે સમગ્ર વિસ્તારમાં આહલાદક અને ખુશનુમા માહોલ સર્જાયો છે, જે પ્રવાસીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થયો છે. એડવેન્ચર એક્ટિવિટીઝનું આકર્ષણ કુદરતી સૌંદર્યથી ભરપૂર સાપુતારામાં ઠંડક વધતા પ્રવાસીઓના ઉત્સાહમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. પ્રવાસીઓ અહીં વિવિધ સાહસિક પ્રવૃત્તિઓ જેવી કે: પેરાગ્લાઈડિંગ અને ઝીપ લાઈન રોપવે સવારી સરોવરમાં નૌકાવિહાર (બોટિંગ) પરિવાર સાથે આવેલા મુલાકાતીઓ સરોવર વિસ્તાર, ગાર્ડન અને વ્યૂ પોઈન્ટ પર પ્રકૃતિનો આનંદ માણી રહ્યા છે. વાદળછાયા વાતાવરણ અને ઠંડા પવનોને કારણે પ્રવાસીઓ બપોરના સમયે પણ ખુલ્લી જગ્યાઓમાં હરતા-ફરતા જોવા મળે છે. ખાસ કરીને સાંજના સમયે રોપવે પોઈન્ટ અને લેક સાઈડ પર ભારે ભીડ એકત્ર થાય છે. સ્થાનિક રોજગારીમાં વૃદ્ધિ ઉનાળુ વેકેશનને પગલે ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર અને અન્ય પાડોશી રાજ્યોમાંથી પણ સહેલાણીઓ સાપુતારા તરફ વળ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં અહીં થયેલા પર્યટન વિકાસને કારણે સ્થાનિક સ્તરે રોજગારીની નવી તકો ઊભી થઈ છે. હોટલ, રેસ્ટોરન્ટ, પરિવહન અને નાના વેપારીઓને આ પર્યટન સીઝનથી સીધો આર્થિક લાભ મળી રહ્યો છે. પેટ્રોલ-ડીઝલની અસમંજસની અસર એકતરફ વાતાવરણ સાનુકૂળ છે, પરંતુ બીજી તરફ બજારમાં પેટ્રોલ અને ડીઝલની અછત અંગે ફેલાયેલી અસમંજસને કારણે પ્રવાસીઓની સંખ્યા પર આંશિક અસર પડી છે. વેકેશન હોવા છતાં અપેક્ષા કરતા પ્રવાસીઓનો પ્રવાહ ઓછો રહેતા હોટલ ઉદ્યોગ અને નાના ધંધાર્થીઓ અત્યારે મંદીનો સામનો કરી રહ્યા છે. જોકે, કુદરતી સૌંદર્ય અને આહલાદક ક્લાઈમેટને કારણે સાપુતારા હજુ પણ પ્રવાસીઓ માટે વેકેશન માણવાનું પ્રથમ પસંદગીનું સ્થળ બનેલું છે.
Read Original Article →