માલેગામ ટોલ નાકા પાસે ટ્રકે ટ્રેક્ટરને અડફેટે લીધું, CCTV:ડાંગ જિલ્લામાં ટ્રિપલ એક્સિડન્ટમાં કાર પણ ઝપટે ચડી, ટ્રોલીના કૂરચેકૂરચા, કારમાં સવાર 4 લોકો સહિત 5ને ઈજાઓ

Gujarat5/24/2026, 8:58:09 AM
માલેગામ ટોલ નાકા પાસે ટ્રકે ટ્રેક્ટરને અડફેટે લીધું, CCTV:ડાંગ જિલ્લામાં ટ્રિપલ એક્સિડન્ટમાં કાર પણ ઝપટે ચડી, ટ્રોલીના કૂરચેકૂરચા, કારમાં સવાર 4 લોકો સહિત 5ને ઈજાઓ
ડાંગ જિલ્લાના માલેગામ ટોલ નાકા નજીક વહેલી સવારે એક ગંભીર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. પતરા ભરેલી એક બેકાબૂ ટ્રકે પહેલા આગળ જઈ રહેલા ટ્રેક્ટરને પાછળથી જોરદાર ટક્કર મારી હતી અને તેને દૂર સુધી ઘસડી ગઈ હતી. ત્યારબાદ નિયંત્રણ ગુમાવેલી ટ્રક સામેથી આવી રહેલી એક કાર સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં કુલ 5 લોકો ઘાયલ થયા છે.આ સમગ્ર ઘટનાક્રમ સીસીટીવીમાં કેદ થયો છે. અકસ્માતની તીવ્રતા એટલી વધારે હતી કે ટ્રેક્ટર ચાલક બળવંત મનહર ઠાકરેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી ગંભીર રીતે ઘાયલ બળવંતને વધુ સારવાર માટે આહવા સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યારે કારમાં સવાર અન્ય 4 લોકોને નાની-મોટી ઈજાઓ થતાં તેમને પ્રાથમિક સારવાર માટે શામગહાનની CHC હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ટ્રાફિક જામ અને પોલીસ કાર્યવાહી અકસ્માતને કારણે રોડ પર વાહનોનો કાટમાળ ફેલાઈ ગયો હતો, જેના લીધે હાઈવે પર થોડા સમય માટે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો અને વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ સાપુતારા પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે વાહનોને હટાવી ટ્રાફિક વ્યવસ્થા પૂર્વવત કરી હતી. પોલીસે આ મામલે ટ્રક ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. સ્થાનિકોની સુરક્ષા અંગે માંગ સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા અનુસાર, આ માર્ગ પર વધતા જતા વાહનવ્યવહારને કારણે અકસ્માતોનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. અકસ્માત બાદ આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. સ્થાનિકોએ વહીવટી તંત્ર પાસે અહીં ટ્રાફિક નિયંત્રણ વધુ કડક બનાવવા અને માર્ગ સુરક્ષા માટે તાકીદે અસરકારક પગલાં લેવાની માંગ કરી છે.
Read Original Article →