વીજ પોલ ધરાશાયી થતાં જનજીવન ઠપ:કડાણામાં પ્રચંડ વાવાઝોડામાં વાહનો હવામાં ફંગોળાયા

Gujarat6/4/2026, 12:01:31 AM
મહીસાગર જિલ્લાના વાતાવરણમાં બુધવારે સાંજે ભારે પવન સાથે વરસાદ પડતા સંતરામપુર, કડાણા, ખાનપુર સહિત નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. કડાણા પંથકમાં વિનાશક વાવાઝોડું સાથે વીજળીના કડાકા સાથે વરસાદ પડયો હતો.​ કડાણામાં ત્રાટકેલા આ વાવાઝોડાનો વેગ એટલો પ્રચંડ હતો કે રસ્તાની આજુબાજુ અને ખુલ્લા મેદાનોમાં પાર્ક કરેલા વાહનો હવામાં ફંગોળાઈ અને અને રોડ પર જ પલટી મારી ગયા હતા. આ તેજ ગતિએ ફૂંકાયેલા પવનના કારણે પંથકમાં વર્ષો જૂના મોટા વૃક્ષો મૂળમાંથી ઉખડીને રસ્તાઓ ઉપર તેમજ પાર્ક કરેલા વાહનો પર જઈ પડ્યા હતા. જ્યારે મુખ્ય માર્ગો પર વૃક્ષો ધરાશાયી થવાને કારણે વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો. કડાણા તાલુકા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠો સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે. જ્યારે પંચમહાલમાં મોડી સાંજ વાતાવરણમાં પલટો આવતા ગોધરા સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. દાહોદમાં પણ વાવાઝોડા સાથેના વરસાદે ભારે તબાહી સર્જાઇ હતી.
Read Original Article →