7 મહિનાના સસ્પેન્સનો આખરે અંત આવશે:દાહોદ APMCમાં આજે ચેરમેનની તાજપોશી કરાશે
દાહોદ અનાજ માર્કેટ યાર્ડની પ્રતિષ્ઠાભરી સામાન્ય ચૂંટણી પૂરી થયાના સાત મહિના બાદ આખરે 4 જૂને ચેરમેન અને વા. ચેરમેન પદ માટે ચૂંટણી યોજાશે. જેમાં કમલમના મેન્ડેટ પર સૌની મીટ મંડાઈ છે. દાહોદ બજાર સમિતિની સાત મહિના અગાઉ યોજાયેલી ચૂંટણી બાદ આવતીકાલે તા. 4ના રોજ ચેરમેનની ચૂંટણી યોજાવાની છે. ત્યારે સહકારી ક્ષેત્રમાં ગરમાવો આવ્યો છે. બજાર સમિતિમાં કોણ ચેરમેન બનશે તેની ચર્ચાઓ ચાલી રહી છે. જોકે ભાજપ પાસે બહુમતી હોવાના કારણે ભાજપના જ ચેરમેન અને વાઇસ ચેરમેન નિમાશે તે નક્કી છે. પરંતુ પ્રદેશમાંથી કોના નામનો મેન્ડેટ આવે છે ? તેની પર સૌની મીટ મંડાઇ છે. બજાર સમિતિની કુલ 16 બેઠકો પૈકી ભાજપ પાસે ખેડૂત વિભાગની 8, વેપારી વિભાગની 3 અને સંઘના બે બિનહરિફ બેઠકો સાથે સ્પષ્ટ 13 સભ્ય સાથે બહુમતી છે. જયારે સામે પક્ષે 2 કોંગ્રેસ અને એક ભાજપના જ બળવાખોર કમલેશ રાઠી ચુંટાઇ આવ્યા હતાં.
Read Original Article →