લીમખેડામાં ટ્રાફિકજામની સમસ્યાથી નગરજનો પરેશાન:રોડ પર આડેધડ પાર્કિંગ અને લારીઓના દબાણથી વાહનચાલકોને હાલાકી, સત્વરે નિરાકરણ લાવવાની માંગ

Gujarat4/4/2026, 10:38:11 AM
લીમખેડામાં ટ્રાફિકજામની સમસ્યાથી નગરજનો પરેશાન:રોડ પર આડેધડ પાર્કિંગ અને લારીઓના દબાણથી વાહનચાલકોને હાલાકી, સત્વરે નિરાકરણ લાવવાની માંગ
લીમખેડામાં ટ્રાફિકની સમસ્યા હવે માત્ર અગવડતા નહીં પણ લોકોને માથાના દુખાવો સાબિત થઈ રહી છે. નગરના સાંકડા રેલવે ગરનાળા અને ઝાલોદ રોડ પર સર્જાતા ટ્રાફિક જામમાં અગાઉ અનેક વખત ગંભીર હાલતમાં રહેલા દર્દીઓને લઈ જતી એમ્બ્યુલન્સો ફસાઈ હોવાની ઘટનાઓ બની ચૂકી છે. તેમ છતાં, સ્થાનિક વહીવટી તંત્ર કે પોલીસ વિભાગ દ્વારા કોઈ નક્કર પગલાં ભરવામાં આવ્યા નથી. ટ્રાફિક પોલીસની ગેરહાજરી અને આડેધડ પાર્કિંગના કારણે સર્જાતી આ આપત્તિમાં નિર્દોષ નાગરિકોએ હોસ્પિટલ પહોંચતા પહેલા જ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. રેલવે ગરનાળું અને ઝાલોદ રોડ બન્યા ટ્રાફિકના એપી સેન્ટર લીમખેડાના ઝાલોદ રોડથી લઈને હરિહર સ્કૂલ સુધીનો વિસ્તાર જાણે વાહનોના વરઘોડામાં ફેરવાઈ જાય છે. ખાસ કરીને રેલવે ગરનાળું અત્યંત સાંકડું હોવાથી સામસામે વાહનો ભરાઈ પડે છે. એક તરફની લાઈન ક્લિયર કરાવવા માટે કોઈ ટ્રાફિક પોલીસકે ટીઆરબી જવાન કે જવાબદાર પોલીસ હાજર હોતી નથી. જો આ જામમાં એમ્બ્યુલન્સ ફસાય, તો પાછળથી વાહનો હટાવવાની કોઈ જગ્યા રહેતી નથી. આવી વિકટ પરિસ્થિતિ હોવા છતાં ટ્રાફિક પોલીસના પૂરતા પોઈન્ટ ફાળવવામાં આવ્યા નથી, જેને કારણે જનતામાં પ્રચંડ રોષ જોવા મળી રહ્યો છે.
Read Original Article →