દાહોદ ઓવરબ્રિજ પર ST બસની બ્રેક ફેલ:બે કાર અને અન્ય બસને ટક્કર, મોટી દુર્ઘટના ટળી

Gujarat5/20/2026, 12:43:20 PM
દાહોદ ઓવરબ્રિજ પર ST બસની બ્રેક ફેલ:બે કાર અને અન્ય બસને ટક્કર, મોટી દુર્ઘટના ટળી
દાહોદ શહેરના વ્યસ્ત ગણાતા સ્ટેશન રોડ પર આવેલા રેલવે ઓવરબ્રિજ નજીક એક મોટી અકસ્માતની ઘટના સામે આવી છે. ફતેપુરાથી દાહોદ તરફ આવી રહેલી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની એસટી બસની અચાનક બ્રેક ફેલ થઈ ગઈ હતી. બ્રેક કામ ન કરવાના કારણે ચાલકે બસ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને બસે ઓવરબ્રિજના છેડા પર આગળ ચાલી રહેલા વાહનોને એકપછી એક અડફેટે લીધા હતા. આ ઘટનાને પગલે બ્રિજ પર સવાર મુસાફરો અને અન્ય વાહનચાલકોમાં ભારેનાસભાગ અને અફરાતફરીનો માહોલસર્જાયો હતો. વ્યસ્ત સમય હોવાના કારણે અકસ્માત થતાં જ રોડ પર લોકોનાટોળેટોળા ઉમટી પડ્યા હતા. અકસ્માતની વિગતો મુજબ, ફતેપુરા-દાહોદ રૂટની GJ18J7146 નંબરની એસટી બસ સવારના સમયે મુસાફરો ભરીને દાહોદ તરફ આવી રહી હતી. બસ જ્યારે દાહોદ શહેરના રેલવે ઓવરબ્રિજના છેડાપરથી પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક તેની બ્રેક ફેઈલ થઈ ગઈ હતી. રસ્તા પર બસઅનિયંત્રિત થઈ જતાં ચાલકે તેને રોકવાનો પૂરો પ્રયાસ કર્યો હતો, પરંતુ બ્રેક ન લાગવાના કારણે બસ આગળ ધસી ગઈ હતી. આ દરમિયાન બસે બ્રિજ પર જઈરહેલી બે ખાનગી કારને જોરદાર ટક્કર મારી હતી. કારને ટક્કર માર્યા બાદ પણબસ ઉભી રહી ન હતી અને આગળ જઈ રહેલી અન્ય એક એસટી બસના પાછળનાભાગે ધડાકાભેર અથડાઈ હતી. સૌપ્રથમ બે કાર અને ત્યારબાદ આગળ જઈ રહેલી બીજી એસટી બસ સાથે અથડાવાના કારણે ફતેપુરા-દાહોદ રૂટની બસની ગતિ ધીમી પડીગઈ હતી અને તે ત્યાં જ રોકાઈ ગઈ હતી. આગળ અન્ય બસ હોવાના કારણે આ અનિયંત્રિત બસ અથડાઈને ઉભી રહીગઈ હતી, જેના કારણે એક બહુ મોટી સંભવિત દુર્ઘટના અટકી ગઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે બંને કારઅને આગળ જઈ રહેલી બસના પતરા વળી ગયા હતા અને વાહનોને મોટા પાયે નુકસાન પહોંચ્યું હતું. જોકે, આ સમગ્ર ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી અને તમામ મુસાફરોનો આબાદબચાવ થયો છે. ઘટનાની જાણ આસપાસના સ્થાનિક લોકો અને વાહનચાલકો દ્વારા તુરંત જ પોલીસને કરવામાંઆવી હતી. માહિતી મળતાની સાથે જ દાહોદ શહેરપોલીસનો કાફલો તાત્કાલિક અસરથી ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે અકસ્માતનો ભોગ બનેલા વાહનોમાં સવાર લોકોની પૂછપરછ કરી સ્થિતિની સમીક્ષા કરી હતી. ઓવરબ્રિજના છેડા પર અકસ્માતને કારણે બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. પોલીસે ક્રેનની મદદથી અકસ્માતગ્રસ્ત વાહનોને રોડની બાજુ પર ખસેડીને વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો અને આ મામલે કાયદેસરની આગળની તપાસ હાથ ધરી છે.
Read Original Article →