6 વર્ષના બાળક પર શ્વાનનો હુમલો:માથા-મોઢા પર ગંભીર ઇજા, તંત્ર સામે કાર્યવાહીની માંગ
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના મીનાક્યાર ગામે રખડતા શ્વાનોનો ત્રાસ વધ્યો છે. આજે ગામમાં એક 6 વર્ષના બાળક પર શ્વાને હુમલો કર્યો હતો. બાળક ઘરની બહાર રમી રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી. શ્વાને બાળકને માથા અને મોઢાના ભાગે ગંભીર બચકા ભર્યા હતા, જેના કારણે બાળકને ઇજાઓ થઈ હતી. બાળકની ચીસો સાંભળીને આસપાસના લોકો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને બાળકને શ્વાનથી છોડાવ્યો હતો. ગંભીર ઇજાઓ થતાં બાળકને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. હાલ તેની સારવાર ચાલી રહી છે. આ હુમલાને લઈને બાળકના પરિવારજનો અને ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોનો આરોપ છે કે ગામમાં રખડતા શ્વાનોનો પ્રશ્ન લાંબા સમયથી વણઉકેલ્યો છે, છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ગ્રામજનોએ તંત્ર સામે કડક કાર્યવાહી કરવાની અને રખડતા શ્વાનોના ત્રાસમાંથી મુક્તિ અપાવવાની માંગ કરી છે.
Read Original Article →