હાફેશ્વરના ગ્રામજનો દ્વારા ચૂંટણી બહિષ્કારની ચીમકી:રસ્તાની માંગ: વન વિભાગની મંજૂરીમાં પ્રોજેક્ટ પડતર
છોટા ઉદેપુર જીલ્લાના તીર્થધામ એવા હાંફેશ્વર ખાતે પ્રાથમિક જરૂરિયાત એવા રસ્તાની માંગને લઈને ચુંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.અને રોડ નહીં તો વોટ નહીં ન સૂત્ર સાથે રસ્તાની માંગણી કરી રહ્યા છે.
છોટા ઉદેપુર જીલ્લાના છેવાડે અને ગુજરાત,મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની સરહદે આવેલું અને ગુજરાતની જીવાદોરી સમાન માં નર્મદાના ગુજરાતના પ્રવેશદ્વાર એવા હાફેશ્વર ગામ વિકાસથી વંચિત જીવ મળી રહ્યું છે. ગામમાં પાકા રસ્તાનો અભાવ જોવા મળી રહ્યો છે. ગામના નદીની સામે બાજુના પાધર ફળિયા,કેલિયાબારી, ઉધલધરા, વાકવી અને ત્યાંથી મધ્યપ્રદેશને જોડતો છ કિલોમીટરનો રસ્તો કાચો છે.ઉપરાંત ડામર રોડની બાજુમાં જ નદી આવે છે.શિયાળા ઉનાળામાં આ વિસ્તારના લોકોને અવર જવર કરવામાં તકલીફ ઓછી પડે છે. પરંતુ ચોમાસામાં નદીમાં પૂર આવી જતા લોકો સંપર્ક વિહોણા બની જાય છે. જેને લઈને હાફેશ્વરના આ વિસ્તારના લોકો રસ્તાની માંગ સાથે રોડ નહીં તો વોટ નહીં ન સૂત્ર સાથે ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી રહ્યા છે.અને રસ્તો બનાવવાની માંગ કરી રહ્યા છે.
હાફેશ્વરની ભૌગોલિક સ્થિતિ જેવી છે ?
હાફેશ્વર ગામ નર્મદા કિનાર આવેલું ગામ છે.ગામમાં જવા માટે સિંગલ પટ્ટી ડામર રોડ છે.અને આ ડામર રોડની બે બાજુ ગામ વસેલું છે.ડુંગરાળ વિસ્તારમાં આવેલું ગામ છે ગામ લગભગ 7 થી 8 કિલોમીટરમાં ફેલાયેલું છે.
રસ્તાની રાહ જોતા ફળિયા
હાફેશ્વર ગામના પાધર ફળિયા, કેલિયાબારી,ઉધલધરા,વાકવી,મહુડાબારી ફળિયામાં કાચા રસ્તા છે. ઉપરાંત મુખ્ય ડામર રોડથી આ બધા ફળિયામાં જવા માટે સૌપ્રથમ નદી આવે છે જેના પર પુલ નથી.જેથી નદીના પટમાંથી લોકોએ પસાર થવાની ફરજ પડે છે.અને આ રસ્તો નર્મદા પરિક્રમા વાસીઓ પણ ઉપયોગ કરે છે. શું મુશ્કેલી પડે છે ?
હાફેશ્વર ગામના આ રસ્તા પર આવેલા છે ફળિયામાં કુલ લગભગ 800 લોકોની વસતી આવેલી છે. ફળિયાઓમાં પ્રાથમિક શાળા, સરકારી માધ્યમિક શાળા અને આંગણવાડી આવેલી છે. ગામના ૬૦ બાળકો રસ્તાની સામે બાજુએથી અભ્યાસ કરવા આવે છે. જેઓને રસ્તાના અભાવે ભારે મુશ્કેલી પડે છે.
108 પહોચતી નથી એટલે ઝોળીમાં ઉચકીને જવું પડે છે.
ગામના આ છ ફળિયામાં પાકા રસ્તા નથી અને નદી પર પુલ નથી એટલે 108 આ ફળીયામાં પહોંચતી નથી. જેથી કોઈ બીમાર હોય અથવા પ્રસૂતાને લઈ જવી હોય ત્યારે ઝોળીમાં ઉચકીને ડામર રોડ સુધી લઈ જવાની ફરજ પડે છે.
ચોમાસામાં શાળાના બાળકોને અભ્યાસમાં ખૂબ તકલીફ
હાફેશ્વર ગામના આ છ ફળિયામાં રસ્તો નથી અને મુખ્ય ડામર રોડથી ઉતરતા જ નદી છે તેના પર પુલ પણ નથી જેથી ચોમાસામાં લોકો અહીંયાથી નદીના પાણીમાંથી જીવન જોખમે પસાર થાય છે.શાળાના બાળકોને પણ જીવનું જોખમ ખેડવું પડે છે અથવા શાળામાં રજા પાડવી પડે છે જેથી બાળકોનું શિક્ષણ બગડી રહ્યું છે.આટલું તો ઠીક શાળાના શિક્ષકો પણ જીવનું જોખમ ખેડીને શાળાએ જવા મજબૂર બને છે.
રસ્તો મંજૂર રહ્યો છે પણ વન વિભાગ ની મંજૂરીમાં અટવાયો
હાફેશ્વર ગામના આ છ ફળિયાને જોડતો પાકો રસ્તો મંજૂર થયો છે પરંતુ વન વિભાગની જમીન આવતી હોય વન વિભાગની મંજૂરીમાં આ રસ્તાનું કામ અટવાઈ ગયું છે.અને જેનો ભોગ હાફેશ્વરના ગ્રામજનો બની રહ્યા છે. ગ્રામજનોએ કંટાળીને ચૂંટણી બહિષ્કારની શસ્ત્ર ઉગામ્યું
હાફેશ્વરના ગ્રામજનોએ વારંવાર રસ્તાની બાબતે રજૂઆતો કરી છે.પરંતુ રસ્તો ન બનતા કંટાળીને ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી રહ્યા છે. કેન્દ્ર સરકાર ના પ્રવાસન વિભાગ દ્વારા વિરાસત ગામ તરીકે જાહેર કરાયું હાફેશ્વર ગામ પૌરાણિક ઓળખ ધરાવે છે.જેને લઈને તેના વિકાસ માટે કેન્દ્ર સરકારે પણ વર્ષ 2024માં વિશ્વ પ્રવાસન દિવસ નિમિત્તે હેરિટેજ કેટેગરીમાં "શ્રેષ્ઠ ગ્રામીણો પ્રવાસન સ્થળ "એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો અને વિકાસ માટે રૂ.૧૦ કરોડ પણ ફાળવવામાં આવ્યા હતા.પરંતુ ગામના ખરાબ આંતરિક રસ્તાઓએ વિકાસમાં બાધારૂપ બને છે.
Read Original Article →