છોટાઉદેપુર તા.પં.માં ભાજપે સત્તા મેળવી:છોટાઉદેપુર તા. પં.માં પ્રમુખ તરીકે રમેશભાઈ રાઠવા, સુરજીભાઈ રાઠવા ઉપપ્રમુખ બન્યાં
છોટાઉદેપુર તાલુકા પંચાયતની 26 બેઠકોની ચૂંટણી 26 એપ્રિલે યોજાઈ હતી. 28 એપ્રિલે પરિણામ જાહેર થયું હતું. પરિણામમાં આમ આદમી પાર્ટી અને ભાજપને 13-13 બેઠકો મળી હતી. શનિવારે તાલુકા પંચાયત કચેરીમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી. ચૂંટણી અધિકારી મુસ્કાન ડાગરની અધ્યક્ષતામાં મતદાન થયું હતું. ભાજપના 13 ચૂંટાયેલા સભ્યો હાજર રહ્યા હતા. આમ આદમી પાર્ટીના 13માંથી એકપણ સભ્ય હાજર રહ્યો ન હતો. તેથી હાજર સભ્યોના મતથી ભાજપના રમેશભાઈ ભૂરસિંહભાઈ રાઠવા પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. સુરજીભાઈ કંદુભાઈ રાઠવા ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા હતા. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન તણાવ જોવા મળ્યો હતો. આપના કાર્યકરોએ ત્રણ ચૂંટાયેલા સભ્યોને કોઈ ઉઠાવી ગયા હોવાના આક્ષેપ કર્યા હતા. અંતે ચૂંટણી અધિકારી મુસ્કાન ડાગરે બંને પદાધિકારીઓના નામ જાહેર કર્યા હતા. ચૂંટણી ભારે ઘર્ષણ અને વિરોધાભાસી વાળી રહી છોટાઉદેપુર તાલુકા પંચાયતની યોજાયેલ પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી ભારે ઘર્ષણ અને વિરોધાભાસ વાળી રહી હતી. જે અંતર્ગત ત્રણ સભ્યો ગાયબ થતાં સામસામે સૂત્રોચાર કરાયા હતા અને તંત્ર પર આક્ષેપો કરાયા હતા. પરંતુ આમ આદમી પાર્ટીના ત્રણ સભ્યો ગાયબ થઈ જતા માથું ખંજવાળવાનો વારો આવ્યો હતો. જ્યારે 26માંથી 13 જ બેઠકો હોવા છતાં ભાજપે જીત મેળવતા સમગ્ર રાજકારણ ચર્ચાસ્પદ પર બન્યું હતું.
Read Original Article →