છોટા ઉદેપુરમાં 78 લાખનો ગાંજો ઝડપાયો:કોલીયાથોર ગામના ખેતરમાંથી ગાંજાના 156 કિલોના 508 છોડ જપ્ત, SOGએ ખેતર માલિકની ધરપકડ કરી

Gujarat5/27/2026, 11:39:10 AM
છોટા ઉદેપુરમાં 78 લાખનો ગાંજો ઝડપાયો:કોલીયાથોર ગામના ખેતરમાંથી ગાંજાના 156 કિલોના 508 છોડ જપ્ત, SOGએ ખેતર માલિકની ધરપકડ કરી
રાજ્યને નશાની બદીમાંથી મુક્ત કરવા અને યુવાધનને માદક પદાર્થોના રવાડે ચડતું અટકાવવા માટે પોલીસ પ્રશાસન દ્વારા કડક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. અ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં NDPS એક્ટ હેઠળ પરિણામલક્ષી કામગીરી શરૂ કરવામાં આવી છે. જિલ્લા SOG ટીમને બાતમી મળી હતી કે કોલીયાથોર ગામમાં રહેતા ઉદલીયાભાઈ ભુચરાભાઈ રાઠવા પોતાના ખેતરમાં વનસ્પતિજન્ય ગાંજાનું વાવેતર કરી રહ્યા છે. આ બાતમીના આધારે એસ.ઓ.જી. ટીમ દ્વારા કોલીયાથોર ગામે રહેતા એક ખેડૂતના ખેતરમાં ઓચંતી રેડ કરવામાં આવી હતી. 507 નંગ લીલા ગાંજાના છોડ, 78 લાખનો મુદ્દામાલ જપ્ત પોલીસની તપાસ દરમિયાન ખેતરમાં ગેરકાયદેસર રીતે વાવેતર કરાયેલા વનસ્પતિજન્ય માદક પદાર્થ લીલા ગાંજાના છોડ મળી આવ્યા હતા. પોલીસ ટીમે ઘટનાસ્થળેથી 156.3 કિલોગ્રામ વજનના 507 નંગ લીલા ગાંજાના છોડ, અંદાજિત કિંમત: ₹78,15,000 સાથે 50 વર્ષ આરોપી ઉદલીયાભાઈ ભુચરાભાઈ રાઠવાની ધરપકડ કરી છે. આરોપી વિરૂદ્ધ NDPS એક્ટ મુજબ ગુન્હો રજીસ્ટર કરી, આગળની તપાસ અને કાયદેસરની કાર્યવાહી કરવા માટે તેને રંગપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો છે. 6 મહિના પહેલા 62.39 લાખનો લીલો ગાંજો ઝડપાયો હતો આજથી 6 મહિના પહેલા 4 જાન્યુઆરી 2026ના રોજ છોટાઉદેપુર જિલ્લાના સિંગલદા ગામના એક ખેતરમાંથી રૂ. 62.39 લાખના વનસ્પતિજન્ય લીલા ગાંજાનું વાવેતર જિલ્લા SOG દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો. જિલ્લા SOG ટીમને બાતમી મળી હતી કે સિંગલદા ગામના સરપંચ ફળિયામાં રહેતા ભગુભાઈ બુઠિયાભાઈ રાઠવા પોતાના ખેતરમાં વનસ્પતિજન્ય ગાંજાનું વાવેતર કરી રહ્યા છે. આ બાતમીના આધારે ભગુભાઈ બુઠિયાભાઈ રાઠવાના કબજા ભોગવટાના ખેતરમાં દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન ખેતરમાંથી બિનઅધિકૃત વનસ્પતિજન્ય માદક પદાર્થ લીલા ગાંજાના 151 છોડ મળી આવ્યા હતા. આ છોડનું કુલ વજન 124.790 કિલોગ્રામ હતું, જેની કિંમત રૂ. 62,39,500 આંકવામાં આવી હતી. જિલ્લા SOG દ્વારા ખેતર માલિક ભગુભાઈ બુઠિયાભાઈ રાઠવાની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
Read Original Article →