સાળંગપુર મંદિરમાં પાર્ક કરેલી સ્વિફ્ટ કારમાં આગ:શોર્ટ સર્કિટથી આગ, ફાયર બ્રિગેડે કાબૂ મેળવ્યો; જાનહાનિ ટળી

Gujarat6/6/2026, 11:12:09 AM
સાળંગપુર મંદિરમાં પાર્ક કરેલી સ્વિફ્ટ કારમાં આગ:શોર્ટ સર્કિટથી આગ, ફાયર બ્રિગેડે કાબૂ મેળવ્યો; જાનહાનિ ટળી
બોટાદ જિલ્લાના સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરના પાર્કિંગ વિસ્તારમાં પાર્ક કરેલી એક સ્વિફ્ટ કારમાં અચાનક આગ લાગી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઇજા થઈ નથી. આગ લાગતા પાર્કિંગ વિસ્તારમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. પ્રાથમિક માહિતી અનુસાર, કારમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. આગના કારણે કારને નોંધપાત્ર નુકસાન થયું છે. ફાયર બ્રિગેડની સમયસર કામગીરીને કારણે આગ વધુ ફેલાતી અટકાવવામાં સફળતા મળી હતી, જેના પરિણામે મોટી દુર્ઘટના ટળી હતી.
Read Original Article →