રજૂઆત:બગડ ગામના યુવકની હત્યા કેસમાં પરિવારને પોલીસ પ્રોટેકશન આપો

Gujarat4/10/2026, 12:00:00 AM
રજૂઆત:બગડ ગામના યુવકની હત્યા કેસમાં પરિવારને પોલીસ પ્રોટેકશન આપો
રાણપુર બગડ ગામના યુવક સંજય વાલ્મિકી મર્ડર કેસમાં પરિવારને પોલીસ પ્રોટેક્શન આપવા માટે બોટાદ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ ગત તા.23-03-2026ના રોજ આશાસ્પદ યુવાન સંજય વાલ્મિકીની કેટલાક અસામાજિક તત્વો દ્વારા કરપીણ હત્યા કરવામાં આવી હતી. જેમાં 4 આરોપીઓની ધરપકડ કરી છે. આ પીડિત પરિવાર ભયના દાયરામાં જીવે છે. પરિવારને હજી પણ આરોપીઓ તરફથી ધમકીઓ મળી રહી છે. જેથી બોટાદ જિલ્લા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા જિલ્લા કલેકટરને આવેદન આપી રજૂઆત કરી છે કે, આવા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ મૃતકના પરિવારને પોલીસ પ્રોટેકશન આપવામાં આવે. જો ટુંક સમયમાં ન્યાય નહીં મળે તો બોટાદ કલેક્ટર કચેરી ખાતે આંદોલન કરાશે તેવી ચીમકી બોટાદ જિલ્લા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના અધ્યક્ષ કીર્તિભાઈ ચાવડા દ્વારા આપવામાં આવી હતી.
Read Original Article →