પાળીયાદમાં ગુણવંતીબાઈ મ.સતીજીની પુણ્યતિથિ નિમિત્તે દાન:અબોલ પશુઓ માટે ₹51,000ની લીલી જુવાર, ભોજન અને સ્ટાફને ડ્રેસ વિતરણ
પાળીયાદમાં બોટાદ સંપ્રદાયના પંડિત રત્ન ગુરુદેવ પરમ પૂજ્ય નવિનચંદ્રજી મહારાજ સાહેબના સુશિષ્યા પરમ પૂજ્ય ગુણવંતીબાઈ મ.સતીજીની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે જીવદયા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે, પાંજરાપોળ નૂતનીકરણના આધારસ્તંભ પ્રવિણાબેન મહાસુખભાઈ ગોપાણી (પાળીયાદ) પરિવાર દ્વારા બહેન સ્વામીની સ્મૃતિમાં ₹51,000નું દાન કરવામાં આવ્યું. આ દાન અંતર્ગત, અબોલ પશુઓ માટે લીલી જુવાર, રાજદાણ ખોળ, ફ્રુટ, ફળ અને ગોળનું ભોજન કરાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત, પાંજરાપોળ સ્ટાફ અને શ્રી સંઘ સ્ટાફને એક-એક પેર ડ્રેસનું વિતરણ પણ કરવામાં આવ્યું. ઉલ્લેખનીય છે કે, પરમ પૂજ્ય ગુણવંતીબાઈ મ.સતીજી ચીમનલાલ પ્રેમચંદભાઈ ગોપાણી (પાળીયાદ)ના પુત્રી હતા. તેમની પાળીયાદ ચાતુર્માસ સ્મૃતિમાં બાબરકોટ વાડીમાં અબોલ પશુઓ માટે નૂતનીકરણ કરવામાં આવ્યું હતું. શ્રી પાળીયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટના ટ્રસ્ટીગણ તેમજ સેવાભાવી ટીમે પૂજ્ય સ્વામીને હાર્દિક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે પરિવારજનોની જીવદયા પ્રવૃત્તિ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
Read Original Article →