બોટાદના ગ્રામ્ય વિસ્તારોમાં સિંચાઈના પાણીની વિકટ સમસ્યા‎:શિરવાણીયા, હડદડ, ઢાંકણીયા, ભદ્રાવડી ઝરીયા, તુરખા, નાગલપર, ભાંભણ, જનડા વિગેરે ગામોમાં તળાવો અને ચેકડેમો ખાલીખમ

Gujarat6/5/2026, 12:00:00 AM
બોટાદના ગ્રામ્ય વિસ્તારોમાં સિંચાઈના પાણીની વિકટ સમસ્યા‎:શિરવાણીયા, હડદડ, ઢાંકણીયા, ભદ્રાવડી ઝરીયા, તુરખા, નાગલપર, ભાંભણ, જનડા વિગેરે ગામોમાં તળાવો અને ચેકડેમો ખાલીખમ
બોટાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની વિકટ પરિસ્થિતિ: તસવીર પ્રતાપભાઈ ધાધલ ભાસ્કર ન્યૂઝ । બોટાદ બોટાદના ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની વિકટ પરિસ્થિતિને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયો છે. સિંગ, કપાસ, શાકભાજી બકાલાના મોંઘાભાવના વાવેલા બિયારણો સંકટમાં છે. સરકાર દ્વારા તાત્કાલિકના ધોરણે બોટાદ જિલ્લાના શિરવાણીયા, ઢાકણીયા અને નાગલપર ગામના તળાવોમાં પાણી છોડવાની માંગ કરાઈ છે. તળાવો અને ચેકડેમોમાં પાણી ભરવામાં આવે તો 15 થી 20 જેટલા ગામોના ખેડૂતોને સિંચાઈનો લાભ મળી શકે. હાલ કપાસનું વાવેતર કર્યા બાદ કૂવા અને બોરમાં પાણી ખૂટતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. બોટાદના ગ્રામ્ય વિસ્તારોમાં સિંચાઈના પાણીની અછત દિવસેને દિવસે ગંભીર બની રહી છે. બોટાદ જિલ્લાના શિર વાણીયા, હડદડ, ઢાંકણીયા, ભદ્રાવડી ઝરીયા, તુરખા, નાગલપર, ભાંભણ, જનડા વિગેરે ગામોમાં તળાવો અને ચેકડેમો ખાલીખમ છે. આ વિસ્તારમાં ખેડૂતો દ્વારા સિંગ, કપાસ અને બકાલાનું વાવેતર કરવામાં આવ્યું છે. પાણીના સ્તર નીચે જતા કૂવા અને બોરવેલમાં પાણી ખૂટી રહ્યા છે. ત્યારે હાલમાં વાવેલ પાકોને બચાવવું ભારે મુશ્કેલ છે. સરકાર દ્વારા તાત્કાલિકના ધોરણે ચેકડેમો અને તળાવોમાં પાણી છોડવામાં આવે તો 15થી 20 ગામોના ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહે અને વાવેતર કરેલા પાકને બચાવી શકાય તેમ છે. ગામમાં પાણીની ખૂબ જ વિકટ સમસ્યા ખેતરમાં વાવેલા બિયારણો સંકટમાં છે બોટાદના શિરવાણીયા ગામમાં પાણીની ખૂબ જ વિકટ પરિસ્થિતિ છે. સીંગ, કપાસ, શાકભાજી બકાલાના બિયારણો વાવી દીધેલ છે. આજુબાજુના ગ્રામ્ય વિસ્તાર જેવા કે, શિરવાણીયા, હડદડ, ઢાંકણીયા, ભદ્રાવડી ઝરીયા, તુરખા, નાગલપર, ભાંભણ, જનડા વિગેરે ગામોમાં તળાવો અને ચેકડેમો ખાલી ખમ છે. જો સરકાર દ્વારા તાત્કાલિકના ધોરણે આ તળાવો અને ચેકડેમો ભરવામાં આવે તો ખેડૂતોના મોંઘા ભાવના બિયારણ ખાતર અને મોંઘી ખેતીથી ખેડૂતો બચી જાય.- મધુભાઈ ખેડૂત શિરવાણીયા બોટાદ જિલ્લાના તમામ જળાશયો ખાલી થઇ ગયા છે શિરવાણીયા, ઢાકણીયા,નાગલપર, રંગપર વિગેરે જગ્યાએ તલાવડા ખાલી થઈ ગયા છે. જેને લીધે લાઠીદડ ,ભદ્રાવડી, ઝરીયા,તુરખા,નાગલપર સહિતના ગામના ખેડૂતોની તળાવો અને ચેકડેમો ભરવા માંગ છે. 400 ગ્રામ કપાસના બિયારણનો ભાવ રૂ.900 છે. જો સમયસર પાણી નહીં મળે તો આ મોંઘા ભાવના બિયારણો બળી જશે. ઉપરોક્ત 5 ગામોના તલાવડાઓ અને ચેકડેમો ભરવામાં આવે તો 30 થી 40 ગામોને ફાયદો થાય તેમ છે. જેથી બોટાદ જિલ્લાના તમામ જળાશયો ચેક ડેમો ભરવા સરકાર પાસે માંગ છે. જો પાણી ભરવામાં નહીં આવે તો આગામી સમયમાં સરકારને ખેડૂતોની નારાજગીનો ભોગ બનવું પડશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. - ઇન્દ્ર સિંહ રાયજાદા, ખેડૂત આગેવાન , બોટાદ તાત્કાલિકના ધોરણે પાણી મળે તો 3500 સુધીના ભાવના બિયારણો સચવાઈ જાય હાલમાં ખેડૂત દ્વારા 3200 થી ₹3,500 ના ભાવના બિયારણો સિંગના વાવેતર કરેલ છે જો સમયસર પાણી મળી જાય અને આ તળાવ ભરાય તો બિયારણો સચવાઈ જાય જેથી તાત્કાલિક પાણી આપવા માંગ કરાઈ છે. સરકાર દ્વારા તાત્કા લિકના ધોરણે પાણી આપવામાં આવે તો હડદડ, શિરવાણીયા ઢાકણીયા, ધુફણીયા આ બધા ગામને આનો લાભ મળે તેમ જણાવ્યું હતું. - દિયાળભાઈ ખંભાળિયા ખેડૂત, લાઠીદડ
Read Original Article →