તથ્ય પટેલને જામીન મળતાં બોટાદના પરિવારોમાં રોષ:ઈસ્કોન બ્રિજ અકસ્માતમાં ત્રણ મૃતક યુવાનોના પરિવારોએ ન્યાય સાથે કડક સજાની માંગ કરી

Gujarat5/28/2026, 10:01:34 AM
તથ્ય પટેલને જામીન મળતાં બોટાદના પરિવારોમાં રોષ:ઈસ્કોન બ્રિજ અકસ્માતમાં ત્રણ મૃતક યુવાનોના પરિવારોએ ન્યાય સાથે કડક સજાની માંગ કરી
અમદાવાદના ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસના મુખ્ય આરોપી તથ્ય પટેલને જામીન મળતા મૃતક યુવાનોના પરિવારોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ અકસ્માતમાં બોટાદ જિલ્લાના ત્રણ યુવકોએ જીવ ગુમાવ્યો હતો. મૃતક યુવકોમાં રોનક પટેલ, અક્ષર ચાવડા અને કૃણાલ પટેલનો સમાવેશ થાય છે. આ ત્રણેય યુવાનો અભ્યાસ અર્થે અમદાવાદમાં રહેતા હતા અને અકસ્માતની રાત્રે બહાર ફરવા નીકળ્યા હતા. આરોપીને જામીન મળ્યા બાદ પરિવારોએ ન્યાય અને કડક સજાની માંગ કરી છે. તેઓ ઈચ્છે છે કે આરોપીને ફરી જામીન ન મળે અને તેને કડકમાં કડક સજા થાય. મૃતક કૃણાલના પિતા નટુભાઈ કોડિયા અને મૃતક અક્ષર ચાવડાના માતા લક્ષ્મીબેન ચાવડાએ જણાવ્યું હતું કે તેમના યુવાનોના સપના અકસ્માતમાં છીનવાઈ ગયા છે અને હવે તેમને માત્ર ન્યાયની આશા છે.
Read Original Article →