બરવાળા પ્રિન્સિપલ સિવિલ જજ એન. કે. નાચરેની બદલી:હિંમતનગર ખાતે બદલી થતા વિદાય સમારોહ યોજાયો

Gujarat5/14/2026, 11:08:38 AM
બરવાળા પ્રિન્સિપલ સિવિલ જજ એન. કે. નાચરેની બદલી:હિંમતનગર ખાતે બદલી થતા વિદાય સમારોહ યોજાયો
બોટાદ જિલ્લાના બરવાળા કોર્ટના પ્રિન્સિપલ સિવિલ જજ એન. કે. નાચરેની હિંમતનગર ખાતે બદલી થઈ છે. આ પ્રસંગે બરવાળા બાર એસોસિયેશન અને કોર્ટ સ્ટાફ દ્વારા વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિદાય સમારોહમાં બાર એસોસિયેશન તેમજ કોર્ટ સ્ટાફ દ્વારા જજ નાચરેને ફુલહાર પહેરાવી અને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પુષ્પવર્ષા પણ કરવામાં આવી હતી. આ સમારોહમાં બાર એસોસિયેશનના પ્રમુખ કમલેશભાઈ રાઠોડ, વકીલ મિત્રો, કોર્ટ સ્ટાફ અને અન્ય આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત સૌએ જજ નાચરેની નિષ્પક્ષ કામગીરી, સરળ સ્વભાવ અને તેમના સેવાકાળની પ્રશંસા કરી હતી. તેમને ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
Read Original Article →