ગઢડામાં એક જ પરિવારના ચાર સભ્યોને વીજ કરંટ લાગ્યો:એક યુવકનું મોત, ત્રણને ઇજા થતાં હોસ્પિટલ ખસેડાયા

Gujarat4/13/2026, 4:51:13 PM
ગઢડામાં એક જ પરિવારના ચાર સભ્યોને વીજ કરંટ લાગ્યો:એક યુવકનું મોત, ત્રણને ઇજા થતાં હોસ્પિટલ ખસેડાયા
ગઢડા શહેરના સામાકાંઠા વિસ્તારમાં એક દુઃખદ ઘટના બની છે. અડતાળા રોડ પર એક જ પરિવારના ચાર સભ્યોને વીજ કરંટ લાગ્યો હતો, જેમાં એક યુવકનું મોત થયું છે અને અન્ય ત્રણ વ્યક્તિઓ ઘાયલ થયા છે. પ્રાથમિક માહિતી અનુસાર, ઇલેક્ટ્રિક કેબલ ક્રેક થયો હતો. જીમીતભાઈ બટુકભાઈ મકવાણા (ઉં. ૩૨) આ કેબલને ખસેડવા ગયા ત્યારે તેમને વીજ કરંટ લાગ્યો હતો. તેમને બચાવવાના પ્રયાસમાં પરિવારના અન્ય સભ્યોને પણ કરંટ લાગ્યો હતો. આ ઘટનામાં જીમીતભાઈ બટુકભાઈ મકવાણાનું કરંટ લાગવાથી મૃત્યુ થયું છે. જ્યારે ભરતભાઈ મકવાણા, હીનાબેન જીમીતભાઈ મકવાણા અને પરસોતમભાઈ મકવાણાને ઇજાઓ થઈ હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે બોટાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે. આ અંગેની માહિતી ગઢડા રેફરલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડો. મીલન ઘેવરીયાએ આપી હતી.
Read Original Article →