ગઢડામાં એક જ જ્ઞાતિના બે જૂથ વચ્ચે મારામારી:સમાધાન બેઠક દરમિયાન વિવાદ વકર્યો, બે લોકો ઈજાગ્રસ્ત

Gujarat5/24/2026, 8:27:39 AM
ગઢડામાં એક જ જ્ઞાતિના બે જૂથ વચ્ચે મારામારી:સમાધાન બેઠક દરમિયાન વિવાદ વકર્યો, બે લોકો ઈજાગ્રસ્ત
બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં મારામારીની ઘટના સામે આવી છે. ગઢડાના મઘરપાટ વિસ્તારમાં એક જ જ્ઞાતિના બે જૂથ વચ્ચે થયેલી મારામારીમાં બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા. તેમને સારવાર માટે બોટાદ ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક માહિતી અનુસાર, બંને પક્ષો વચ્ચે ચાલી રહેલા જૂના વિવાદના સમાધાન માટે બેઠક યોજાઈ હતી. જોકે, ચર્ચા દરમિયાન બોલાચાલી ઉગ્ર બનતા મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. ઘટનાની જાણ થતાં જ ગઢડા પોલીસ હોસ્પિટલ તેમજ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં જૂની અદાવતને કારણે આ મારામારી થઈ હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે બંને પક્ષોના નિવેદન નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
Read Original Article →