ટાયર ફાટતાં બાઇક હવામાં ઉછળી ત્રણ ગુલાંટ ખાઈ ગઈ:ગઢડાના અડતાળા રોડ પરની ઘટના CCTVમાં કેદ, રોડ પર પછડાઈ ઢસડાયેલા ચાલકને સામાન્ય ઈજા
બોટાદ જિલ્લાના ગઢડા શહેરના અડતાળા રોડ પર એક બાઇકનું ટાયર ફાટતાં બાઇક ચારથી પાંચ ફૂટ ઊંચે ઉછળીને ગુલાંટ મારી હતી. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. CCTV ફૂટેજમાં જોઈ શકાય છે કે અડતાળા તરફથી આવી રહેલો બાઇક ચાલક રોડ પરથી પસાર થઈ રહ્યો હતો. બાઇકનું ટાયર ફાટતાં ચાલકે બાઇક પરનો કાબૂ ગુમાવ્યો હતો અને બાઇક હવામાં ઉછળી અને ગુલાંટ ખાઈને રોડ પર પટકાયું. આ ઘટનામાં બાઇક ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. સદનસીબે કોઈ મોટી જાનહાની ટળી હતી. ઘટનાના CCTV ફૂટેજ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
Read Original Article →