NEET પેપર લીક મામલે ગઢડામાં NSUI-યૂથ કોંગ્રેસનો વિરોધ:સરકારના રાજીનામાની માંગ સાથે ચક્કાજામ, 20 કાર્યકરોની અટકાયત

Gujarat5/21/2026, 9:17:13 AM
NEET પેપર લીક મામલે ગઢડામાં NSUI-યૂથ કોંગ્રેસનો વિરોધ:સરકારના રાજીનામાની માંગ સાથે ચક્કાજામ, 20 કાર્યકરોની અટકાયત
બોટાદ જિલ્લાના ગઢડામાં NSUI અને યુથ કોંગ્રેસ દ્વારા NEET પરીક્ષાના પેપર લીક મામલે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કાર્યકરોએ ચક્કાજામ કરી સરકારના રાજીનામાની માંગ કરી હતી. કોંગ્રેસ કાર્યકરોએ ગઢડામાં બેઠક યોજી વિરોધ રેલી કાઢી હતી. ત્યારબાદ ગઢડાના બોટાદ રોડ પર રસ્તા રોકી સુત્રોચ્ચાર સાથે ચક્કાજામ કર્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે વિરોધ કરી રહેલા પ્રદેશ યુથ કોંગ્રેસના મહામંત્રી વિરલ કટારીયા, જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ સુરેશ ભરવાડ, શહેર કોંગ્રેસ પ્રમુખ કિશોર વેલાણી, અજય ઝાલા, વિપક્ષ નેતા મીત ડાંગર અને કરશનભાઈ સહિત 20 જેટલા કાર્યકરોની અટકાયત કરી હતી. વિરોધ દરમિયાન યુથ કોંગ્રેસના આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે NEET પરીક્ષામાં પેપર ફૂટવાને કારણે હજારો વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમાં ધકેલાયું છે. તેમણે સરકાર પેપર લીક મામલે પોતાની જવાબદારી સ્વીકારી તાત્કાલિક રાજીનામું આપે તેવી માંગ કરી હતી. પ્રદેશ યુથ કોંગ્રેસના મહામંત્રી વિરલ કટારીયાએ જણાવ્યું હતું કે, NEETની પરીક્ષાનું પેપર ફૂટવાથી પરીક્ષા રદ થઈ હતી, જેના કારણે વિદ્યાર્થીઓની મહેનત પર પાણી ફરી વળ્યું છે. કેટલાક વિદ્યાર્થીઓએ આત્મહત્યા પણ કરી છે. તેમણે પેપર ફૂટવા અને પરીક્ષા રદ થવાની જવાબદારી સ્વીકારી સરકાર તાત્કાલિક રાજીનામું આપે તેવી માંગ દોહરાવી હતી.
Read Original Article →