ગઢડામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસની ફ્લેગ માર્ચ:કાયદો વ્યવસ્થા જાળવવા DYSP સહિતના કાફલાએ વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ કર્યું

Gujarat4/4/2026, 2:51:54 PM
ગઢડામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસની ફ્લેગ માર્ચ:કાયદો વ્યવસ્થા જાળવવા DYSP સહિતના કાફલાએ વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ કર્યું
ગઢડા શહેરમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોલીસે ફ્લેગ માર્ચ યોજી હતી. આ માર્ચનો મુખ્ય ઉદ્દેશ્ય કાયદો અને વ્યવસ્થા જાળવવાનો હતો. આ ફ્લેગ માર્ચ શહેરના હાઈસ્કુલ ચાર રસ્તા, બોટાદના ઝાંપે, વિંછીયા પરા, ટાવર રોડ, નવી કાપડ બજાર, સામાકાંઠા અને રાબીયા પાર્ક સહિતના વિસ્તારોમાં યોજવામાં આવી હતી. બોટાદ DYSP, PI, PSI, LCB અને SOG સહિતનો પોલીસ કાફલો આ માર્ચમાં જોડાયો હતો. બોટાદના DYSP મહર્ષિ રાવલે જણાવ્યું હતું કે, ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવા માટે આગામી દિવસોમાં પણ પોલીસ બંદોબસ્ત અને ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવશે.
Read Original Article →