નાના જીજાવદર ગામે પાન-મસાલાના ગલ્લે યુવકો પર હુમલો:ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયા, ગઢડા પોલીસે ત્રણ સામે ગુનો નોંધ્યો

Gujarat5/28/2026, 12:38:18 PM
નાના જીજાવદર ગામે પાન-મસાલાના ગલ્લે યુવકો પર હુમલો:ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયા, ગઢડા પોલીસે ત્રણ સામે ગુનો નોંધ્યો
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના નાના જીજાવદર ગામે માવો માંગવા ગયેલા એક યુવક પર હુમલો થયો હતો. આ ઘટનામાં ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ગઢડા પોલીસે ત્રણ આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ફરિયાદી અજયભાઈ રતિલાલભાઈ વાઘેલાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ ગામના બસ સ્ટેન્ડ પાસે આવેલી સાજણભાઈ સાટીયાની દુકાને માવો લેવા ગયા હતા. ત્યાં બોલાચાલી થતાં દુકાનદાર સાજણભાઈએ તેમને ગાળો આપી લાફા માર્યા અને કોશ વડે ઇજા પહોંચાડી હતી. આ ઘટના બાદ ફરિયાદીના માતા નયનાબેન અને ભાઈ જીજ્ઞેશભાઈ સ્થળ પર પહોંચ્યા હતા. ત્યારે આરોપીઓ સાજણભાઈ, હમીરભાઈ અને ભગાભાઈએ ત્રણેયને ઢીકાપાટુનો માર માર્યો હતો. હુમલામાં ત્રણેયને ઇજાઓ પહોંચી હતી, જેથી તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે ગઢડા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલે ગઢડા પોલીસે ત્રણ આરોપીઓ સાજણભાઈ, હમીરભાઈ અને ભગાભાઈ વિરુદ્ધ બી.એન.એસ. કલમ 115(2), 352, 351(3), 54 તથા જી.પી. એક્ટ કલમ 135 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Read Original Article →