ગઢડા ગોપીનાથજી મંદિરનો નિર્ણય:PM નરેન્દ્ર મોદીની ઈંધણ બચતની અપીલને સમર્થન, ધાર્મિક મેળાવડા અને ઉત્સવો ટાળ્યા
બોટાદના ગઢડા સ્થિત ગોપીનાથજી મંદિર ટ્રસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઈંધણ બચતની અપીલને સમર્થન આપ્યું છે. ટ્રસ્ટે ધાર્મિક મેળાવડા અને ઉત્સવો હાલ પૂરતા ટાળવાનો નિર્ણય કર્યો છે. આ સાથે જ સત્સંગીઓને જાહેર વાહન વ્યવહારનો વધુ ઉપયોગ કરવા અને જરૂર ન હોય ત્યાં સુધી ખાનગી વાહનો ટાળવા અપીલ કરાઈ છે. દેશમાં ઈંધણ બચત અને જનહિતના મુદ્દે વડાપ્રધાન મોદીના આહવાનને હવે ધાર્મિક સંસ્થાઓનું પણ સમર્થન મળી રહ્યું છે. બોટાદ જિલ્લાના ગઢડામાં આવેલા ગોપીનાથજી મંદિર દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ગોપીનાથજી મંદિરના ચેરમેન હરજીવનદાસ સ્વામીએ સત્સંગીઓને અપીલ કરી છે કે જ્યાં સુધી જાહેર વાહનોથી કામ ચાલે, ત્યાં સુધી ખાનગી વાહનોનો ઉપયોગ ટાળવો જોઈએ. તેમણે ઉમેર્યું કે વડાપ્રધાન મોદીએ દેશહિતમાં કરેલી અપીલને દરેક વ્યક્તિએ સમર્થન આપી ઈંધણ બચતમાં સહયોગ આપવો જોઈએ.
Read Original Article →