ગઢડામાં ઘેલો નદી સફાઈ અભિયાન શરૂ:20 લાખના ખર્ચે નગરપાલિકા પ્રમુખ અને BAPS મંદિરના કોઠારી સ્વામીએ પ્રારંભ કરાવ્યો
ગઢડા નગરપાલિકા દ્વારા પવિત્ર ઘેલો નદીના સફાઈ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અભિયાન અંદાજે ૨૦ લાખ રૂપિયાના ખર્ચે પંદરમી નાણા પંચની ગ્રાન્ટમાંથી હાથ ધરવામાં આવ્યું છે. અભિયાનનો પ્રારંભ જિલ્લા ખરીદ વેચાણ પ્રમુખ સુરેશભાઈ ગોધાણી, નગરપાલિકા પ્રમુખ કિશોરભાઈ ખાચર, ચેરમેન સુરેશભાઈ ડવ, ચીફ ઓફિસર ડી. જી. પ્રજાપતિ અને BAPS મંદિરના કોઠારી આધ્યાત્મિક સ્વામી દ્વારા કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે અન્ય આગેવાનો અને ભાજપના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા. શરૂઆત સમયે સૌભાગ્ય સૂચક શ્રીફળ વધેરી પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. સ્વામિનારાયણ સંપ્રદાયમાં “ઉન્મત ગંગા” તરીકે જાણીતી આ નદી છેલ્લા કેટલાક સમયથી દૂષિત થઈ ગઈ હતી. આ સફાઈ અભિયાન પર્યાવરણને બચાવવાના પ્રયાસ સાથે ધાર્મિક અને સામાજિક મહત્વ પણ ધરાવે છે. ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે નદીની સફાઈ પૂર્ણ થયા બાદ અંદાજે 6 કરોડ રૂપિયાના ખર્ચે રીવરફ્રન્ટ વિકાસ કામ પણ હાથ ધરવામાં આવશે.
Read Original Article →