ગઢડામાં ખેડૂત પાસેથી ₹10 લાખના બદલે 70 લાખની ઉઘરાણી:પુત્રે ટૂકડે ટૂકડે લીધેલા નાણા સામે વ્યાજખોરે જમીનના દસ્તાવેજ લખાવી લીધા, જાનથી મારવાની ધમકી આપી

Gujarat4/7/2026, 10:38:15 AM
ગઢડામાં ખેડૂત પાસેથી ₹10 લાખના બદલે 70 લાખની ઉઘરાણી:પુત્રે ટૂકડે ટૂકડે લીધેલા નાણા સામે વ્યાજખોરે જમીનના દસ્તાવેજ લખાવી લીધા, જાનથી મારવાની ધમકી આપી
ગઢડા તાલુકામાં વ્યાજખોરો દ્વારા એક ખેડૂત પરિવારને માનસિક અને આર્થિક રીતે પાયમાલ કરવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. માત્ર 10 લાખ રૂપિયાના ધિરાણ સામે વ્યાજખોરે 70 લાખ રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી ખેડૂતની ખેતીની જમીન પોતાના નામે કરાવી લીધી હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ છે. ચક્રવૃદ્ધિ વ્યાજ લેવાયાની ફરિયાદ ગઢડાના ખેડૂત વલ્લભ ગઢીયાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેમના પુત્ર નરેશે આશરે 7 થી 8 વર્ષ પહેલા આરોપી ભગુ બોરીચા પાસેથી ટુકડે-ટુકડે અંદાજે 10 લાખ રૂપિયા ઊંચા વ્યાજે લીધા હતા. સમય જતાં આરોપીએ વ્યાજનું ચક્રવૃદ્ધિ ગણિત માંડી 10 લાખની રકમ સામે 70 લાખ રૂપિયાની માંગણી શરૂ કરી દીધી હતી. ધમકી આપી જમીન લખાવી લીધી ફરિયાદીએ આક્ષેપ કર્યો છે કે, આરોપી ભગુ બોરીચા અવારનવાર તેમના ઘરે આવીને ગાળાગાળી કરતો અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપતો હતો. આ દબાણ હેઠળ આવીને વ્યાજખોરે ખેડૂતની જમીનના સાટાખત અને ત્યારબાદ દસ્તાવેજ પણ પરાણે પોતાના નામે કરાવી લીધા હતા. આશ્ચર્યની વાત એ છે કે, જમીન હડપી લીધા બાદ પણ આરોપી હજુ વધુ નાણાંની માંગણી કરી રહ્યો છે. વીડિયો પુરાવો અને પોલીસ કાર્યવાહી વ્યાજખોરના ત્રાસની આ સમગ્ર ઘટનાનો પરિવારજનોએ મોબાઈલમાં વીડિયો પણ ઉતાર્યો છે, જે પોલીસ તપાસમાં મહત્વનો પુરાવો બની શકે તેમ છે. ખેડૂત પરિવારની અરજીના આધારે પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. પોલીસે વિવિધની કલમો હેઠળ તપાસ હાથ ધરી છે: ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023: કલમ 351(3), 352 ગુજરાત નાણાની ધીરધાર કરનારા બાબત અધિનિયમ 2011: કલમ 33(3), 40, 42(D) હાલમાં પોલીસે આ મામલે ગુનો નોંધી વ્યાજખોર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી તેજ કરી છે.
Read Original Article →