ગઢડામાં ભાજપના ઉમેદવારોએ ફોર્મ ભર્યા:જિલ્લા-તાલુકા પંચાયતની 10 બેઠકો માટે ઉમેદવારી, સત્તાવાર યાદી બાકી

Gujarat4/10/2026, 10:58:58 AM
ગઢડામાં ભાજપના ઉમેદવારોએ ફોર્મ ભર્યા:જિલ્લા-તાલુકા પંચાયતની 10 બેઠકો માટે ઉમેદવારી, સત્તાવાર યાદી બાકી
ગઢડામાં જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના ઉમેદવારોએ આજે ઢોલ-નગારા સાથે ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. કુલ ત્રણ જિલ્લા પંચાયત અને સાત તાલુકા પંચાયત બેઠકો માટે ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. આજે માંડવધાર, ગુંદાળા અને વાવડી જિલ્લા પંચાયત બેઠકો માટે ભાજપના ઉમેદવારોએ મામલતદાર કચેરીએ પહોંચી ફોર્મ ભર્યા હતા. આ ઉપરાંત, સાત તાલુકા પંચાયત બેઠકો માટે પણ ઉમેદવારી નોંધાવવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ભાજપ દ્વારા હજી સુધી ઉમેદવારોની સત્તાવાર યાદી જાહેર કરવામાં આવી નથી. તેમ છતાં, ટેલિફોનિક સૂચનાઓના આધારે ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે અને ફોર્મ ભરી રહ્યા છે. ગઢડા તાલુકામાં કુલ ૭ જિલ્લા પંચાયત અને ૨૨ તાલુકા પંચાયત બેઠકો આવેલી છે. ગઢડા તાલુકા ભાજપ પ્રમુખ દિલીપ ડાભીએ જણાવ્યું હતું કે, બાકીના ઉમેદવારો આવતીકાલે પોતાના ફોર્મ ભરશે.
Read Original Article →