સાળંગપુર ખાતે બાળ આયોગ દ્વારા વર્કશોપ યોજાયો:બાળ સુરક્ષા અને અધિકાર અંગે ઝોનલ ચર્ચા કરાઈ
ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બોટાદ જિલ્લાના સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે એક ઝોનલ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપ બોટાદના યજમાન પદે અમદાવાદ, ગાંધીનગર, અમરેલી, સુરેન્દ્રનગર, ભાવનગર અને બોટાદ જિલ્લાની બાળ સુરક્ષા અને અધિકાર અંગે કાર્યરત સમિતિઓ, પદાધિકારીઓ અને અધિકારીઓ માટે યોજાયો હતો. આ વર્કશોપમાં રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરપર્સન ધર્મિષ્ઠાબેન ગજ્જર, સચિવ ડી.ડી. કાપડિયા, રાજ્ય સમિતિના સભ્યો વર્ષાબેન પટેલ, અમૃતાબેન અખિયા, કમલેશ રાઠોડ, વિષ્ણુ પટેલ અને બરવાળા કોર્ટના પ્રિન્સિપલ ચીફ જજ એન.કે. નાચરે ઉપસ્થિત રહ્યા હતા. વર્કશોપ દરમિયાન ગુજરાતમાં બાળ આયોગ દ્વારા થયેલા કાર્યો, બાળકોને લગતા કાયદાઓ અને તેના અમલ માટેની ટીમ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ ઝોનલ વર્કશોપમાં છ જિલ્લાના ચાઈલ્ડ વેલફેર કમિટી (CWC) અને જુવેનાઈલ જસ્ટિસ બોર્ડ (JJB)ના આશરે 150 સભ્યોએ ભાગ લીધો હતો. આવનારા સમયમાં ગુજરાતમાં બાળ લગ્ન અને બાળ ગુનાઓ અંગે વધુ જાગૃતિ લાવવા તેમજ બાળ કલ્યાણના કાર્યોને વેગ આપવા માટે માહિતી પૂરી પાડવામાં આવી હતી. ગુજરાત બાળ આયોગના ચેરમેન ધર્મિષ્ઠાબેન ગજ્જરે આ અંગે જાણકારી આપી હતી.
Read Original Article →