બોટાદ નગરપાલિકા વોર્ડ-9માં ભાજપમાંથી છત્રજીત ધાધલને ટિકિટ ન મળતા રોષ:છત્રજીત ધાધલે અપક્ષમાંથી ફોર્મ ભર્યું, સ્થાનિકોએ સમર્થન આપ્યું; વીડિયો વાયરલ
બોટાદ નગરપાલિકાના વોર્ડ નંબર-9માં ભાજપે છત્રજીત ધાધલને ટિકિટ ન આપતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. આ વિસ્તારના લોકોએ ભાજપ સામે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે. સ્થાનિકો એકઠા થયા હતા અને અપક્ષ ઉમેદવાર તરીકે ઊભેલા છત્રજીત ધાધલને બોલાવીને ફૂલહાર પહેરાવી તેમનું સ્વાગત કર્યું હતું. તેમણે ધાધલને સંપૂર્ણ સમર્થન આપવાની જાહેરાત કરી હતી. આ ઘટનાના વીડિયો પણ વાયરલ થયા છે. વોર્ડ નંબર-9ના સ્થાનિકો વર્ષોથી ભાજપને મત આપતા આવ્યા છે. જોકે, તેમના લોકપ્રિય નેતા છત્રજીત ધાધલને ટિકિટ ન મળતા તેમણે ભાજપ સામે નારાજગી વ્યક્ત કરી છે. છત્રજીત ધાધલ અગાઉની ટર્મમાં વોર્ડ નંબર ૯માંથી ભાજપના કોર્પોરેટર હતા. ભાજપે ટિકિટ ન આપતા તેમણે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. સ્થાનિકોએ તેમને બહુમતીથી વિજયી બનાવવાનું વચન આપ્યું છે.
Read Original Article →