બોટાદની 4 તાલુકા પંચાયતોમાં ભાજપનો દબદબો યથાવત:ગઢડા, બોટાદ, રાણપુર, બરવાળામાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી

Gujarat5/25/2026, 10:45:02 AM
બોટાદની 4 તાલુકા પંચાયતોમાં ભાજપનો દબદબો યથાવત:ગઢડા, બોટાદ, રાણપુર, બરવાળામાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી
બોટાદ જિલ્લાની ગઢડા, બોટાદ, રાણપુર અને બરવાળા તાલુકા પંચાયતોની પ્રથમ સામાન્ય સભામાં આજે પ્રમુખ અને ઉપપ્રમુખની સત્તાવાર વરણી કરવામાં આવી છે. આ જાહેરાત સાથે જ જિલ્લાની ચારેય તાલુકા પંચાયતોમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) પોતાનો દબદબો જાળવી રાખવામાં સફળ રહી છે. ગઢડા તાલુકા પંચાયત ગઢડા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે રૂપલબેન ગઢીયા અને ઉપપ્રમુખ તરીકે રમેશ મેરની પસંદગી કરવામાં આવી છે. કુલ બેઠકો: 22 પક્ષવાર સ્થિતિ: ભાજપને 15, કોંગ્રેસને 4 અને આમ આદમી પાર્ટી (આપ)ને 3 બેઠકો મળી છે. રાણપુર તાલુકા પંચાયત રાણપુર તાલુકા પંચાયતમાં પ્રમુખ પદે રસીલા બાવળીયા અને ઉપપ્રમુખ પદે રવિરાજ ધાધલની વરણી કરાઈ છે. કુલ બેઠકો: 18 પક્ષવાર સ્થિતિ: ભાજપે 14 બેઠકો પર જીત મેળવી છે, જ્યારે કોંગ્રેસને 3 અને અન્યને 1 બેઠક ફાળે ગઈ છે. બોટાદ તાલુકા પંચાયત બોટાદ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે કિશોર મેર અને ઉપપ્રમુખ તરીકે અસ્મિતા કેવડિયાના નામની સત્તાવાર જાહેરાત થઈ છે. અહીં ભાજપે સ્પષ્ટ અને મોટું બહુમત મેળવ્યું છે. કુલ બેઠકો: 22 પક્ષવાર સ્થિતિ: ભાજપે 19 બેઠકો સાથે પ્રચંડ જીત મેળવી છે, જ્યારે કોંગ્રેસને માત્ર 3 બેઠકોથી સંતોષ માનવો પડ્યો છે. બરવાળા તાલુકા પંચાયત બરવાળા તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે જામસંગ પરમાર અને ઉપપ્રમુખ તરીકે સંજય ડાભીની તાજપોશી કરવામાં આવી છે. કુલ બેઠકો: 16 પક્ષવાર સ્થિતિ: ભાજપે 14 બેઠકો પર વિજય મેળવી બહુમતી સાબિત કરી છે, જ્યારે કોંગ્રેસને 2 બેઠકો મળી છે. રાજકીય અગ્રણીઓની ઉપસ્થિતિ પદાધિકારીઓની વરણીના આ મહત્વના પ્રસંગે બોટાદ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ સુરેશ ગોધાણી, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ધીરુભાઈ ગઢવી, જિલ્લા ભાજપ મંત્રી ચંદુ સાવલીયા સહિત પક્ષના અનેક સ્થાનિક હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ચારેય પંચાયતોમાં સત્તા મળતા ભાજપ ખેમામાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
Read Original Article →