બોટાદમાં શ્રી સ્વામિનારાયણ મંદિરનો શિલાન્યાસ કરાયો:મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા નિર્મિત
બોટાદમાં મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા નિર્મિત શ્રી સ્વામિનારાયણ મંદિરનો શિલાન્યાસ કરવામાં આવ્યો. શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી મહારાજે આ શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે આચાર્ય સ્વામી મહારાજે આશીર્વાદ આપતા જણાવ્યું કે, નવું શ્રી સ્વામિનારાયણ મંદિર માનવજીવનને સંસ્કારથી શિક્ષિત અને દીક્ષિત કરવાનું પ્રેરણા કેન્દ્ર બનશે. તેમાંથી સત્સંગ, સંસ્કાર અને શિક્ષણ પ્રાપ્ત થશે. તેમણે ઉમેર્યું કે, આ મંદિર દ્વારા માનવી વ્યસનો અને દૂષણોથી હંમેશા દૂર રહી શકશે. આ શિલાન્યાસ સમારોહમાં વરિષ્ઠ સંતમંડળ અને મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
Read Original Article →