જાયન્ટસ ગ્રુપ દ્વારા સતત પાંચમા દિવસે છાશ વિતરણ:બોટાદમાં ઉનાળાની ગરમીમાં રાહત માટે કાર્યક્રમ યોજાયો
બોટાદના દીનદયાળ ચોક પૂતળા પાસે જાયન્ટસ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા ઉનાળાની કાળઝાળ ગરમીમાં મુસાફરો અને નાગરિકોને રાહત આપવા માટે નિઃશુલ્ક છાશ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. 'ગરમીને હરાવીએ, છાશ પીવડાવીએ' સૂત્ર સાથે આ કાર્યક્રમ સતત પાંચમા દિવસે યોજાયો હતો. અલકેશભાઈ ભટ્ટ અને હસુભાઈ સલોતના સૌજન્યથી આયોજિત આ કાર્યક્રમમાં અંદાજે 1400 જેટલા લાભાર્થીઓએ ઠંડી છાશનો લાભ લીધો હતો. આ સેવાકીય કાર્યક્રમમાં જાયન્ટસ વેલ્ફર ફાઉન્ડેશનના પૂર્વ પ્રમુખ કેતનભાઈ રોજેસરા, ફેડરેશન ઓફિસર સી.એલ. ભીકડીયા, પૂર્વ પ્રમુખ લાલજીભાઈ કળથીયા અને કાનજીભાઈ કળથીયા, વાઇસ પ્રેસિડેન્ટ દીપકભાઈ માથુકિયા અને ડો. પરેશભાઈ દરજી, એસ.એમ.ઓ. રાજુભાઈ ડેરૈયા, તેમજ મેમ્બર્સ ધવલભાઈ રોજેસરા, અતુલભાઈ વાઘેલા, મુકેશભાઈ જોટાણીયા, અજયભાઈ પટેલ, ગોપાલભાઈ સોની, ઇમરાનભાઇ રાવાણી, કમલેશભાઈ દવે, શૈલેષભાઈ પરમાર અને મન્સુરભાઈ ખલ્યાણી ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દ્વારા સમાજમાં માનવસેવાનો સુંદર સંદેશ પ્રસરી રહ્યો છે. ગરમીના આ સમયમાં રાહદારીઓ માટે આ છાશ વિતરણ કાર્યક્રમ આશીર્વાદરૂપ સાબિત થયો છે અને તેને વ્યાપક બિરદાવવામાં આવ્યો છે.
Read Original Article →