બોટાદ SOGની કાર્યવાહી:લાઠીદડમાં 74 શંકાસ્પદ મોબાઈલ સાથે ત્રણ શખસ ઝડપાયા, ₹7 લાખથી વધુનો મુદ્દામાલ કબજે

Gujarat5/19/2026, 2:23:51 PM
બોટાદ SOGની કાર્યવાહી:લાઠીદડમાં 74 શંકાસ્પદ મોબાઈલ સાથે ત્રણ શખસ ઝડપાયા, ₹7 લાખથી વધુનો મુદ્દામાલ કબજે
બોટાદ જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ લાઠીદડ ગામમાં જૂના મોબાઈલની લે-વેચ કરતી દુકાનો પર આકસ્મિક દરોડા પાડી મોટી કાર્યવાહી કરી છે. આ તપાસ દરમિયાન મોબાઈલના વેચાણ અંગેના કાયદેસરના દસ્તાવેજો કે બિલ ન મળતા પોલીસે 74 શંકાસ્પદ મોબાઈલ ફોન જપ્ત કર્યા છે અને ત્રણ વ્યક્તિઓની અટકાયત કરી છે. જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત અંદાજે 7,02,713 રૂપિયા આંકવામાં આવી છે. ઝડપાયેલા શખ્સો: જયેશ વાલા બોળીયા, રણછોડ ખીમા બોળીયા અને ચેતન બાબુ પટેલ. પોલીસ કાર્યવાહીની વિગત ભાવનગર રેન્જ આઈજી રાજેન્દ્ર અસારી અને બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્માની સૂચના મુજબ, SOG ઇન્ચાર્જ પીઆઈ ટી.બી. હિરાણીની આગેવાનીમાં જિલ્લામાં ચોરીના અથવા શંકાસ્પદ મોબાઈલના વેચાણ વિરુદ્ધ સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. પેટ્રોલિંગ દરમિયાન ટીમમાં સામેલ જયેશ ધાધલ, યુવરાજસિંહ પરમાર, પરાક્રમસિંહ ઝાલા, ગાયત્રી જોષી અને જામસનગ ડોડીયાને બાતમી મળી હતી કે લાઠીદડ ગામમાં કેટલીક દુકાનોમાં બિલ વગરના મોબાઈલ ફોનનું વેચાણ થઈ રહ્યું છે. આ બાતમીના આધારે પોલીસે ત્રણ દુકાનોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. દુકાન દીઠ જપ્ત કરાયેલ મુદ્દામાલ: તપાસ દરમિયાન નીચે મુજબની વિગતો સામે આવી હતી: ક્રિષ્ના મોબાઈલ: 09 મોબાઈલ ફોન. નકળંગ મોબાઈલ: 42 મોબાઈલ ફોન. પવનસુત મોબાઈલ: 23 મોબાઈલ ફોન. આ દુકાનદારો મોબાઈલના માલિકી હક્ક અંગેના કોઈ પણ પુરાવા કે બિલ રજૂ કરી શક્યા ન હતા. પરિણામે પોલીસે તમામ 74 મોબાઈલ ફોન કબ્જે લીધા હતા. કાયદેસરની કાર્યવાહી ઝડપાયેલા ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023 ની કલમ 35(1)(સી) હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ મોબાઈલ ચોરીના છે કે કેમ અને તેમાં અન્ય કોઈ ગેંગની સંડોવણી છે કે નહીં. મુખ્ય વિગતો: સ્થળ: લાઠીદડ ગામ (નવા બસ સ્ટેન્ડ પાસે), જિલ્લો: બોટાદ. કુલ જપ્ત મોબાઈલ: 74 અંદાજિત કિંમત: 7,02,713 રૂપિયા
Read Original Article →