ગઢડા APMCમાં 800 ખેડૂતોને પ્રમાણિત શીંગ બીજનું વિતરણ:કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાની હાજરીમાં તેલ ક્ષેત્રે દેશને આત્મનિર્ભરતા બનાવવાના અભિયાનને વેગ
બોટાદ જિલ્લાના ગઢડા APMC ખાતે ખાદ્ય તેલ ક્ષેત્રે દેશને આત્મનિર્ભર બનાવવાના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આહવાનને વેગ આપવા એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ખેડૂતોને શીંગના વાવેતર માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન ગઢડા APMCમાં નોંધાયેલા આશરે 800 ખેડૂતોને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાના હસ્તે પ્રમાણપત્રો અને પ્રમાણિત શીંગના બીજનું વિતરણ કરાયું હતું. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોને ગુણવત્તાયુક્ત બીજ પૂરા પાડી શીંગના ઉત્પાદન અને તેલબિયાં પાકોના વાવેતરમાં વધારો કરવાનો છે. આ પ્રસંગે સ્થાનિક આગેવાનો, કૃષિ ક્ષેત્રના પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ ખેડૂતોને આધુનિક ખેતી પદ્ધતિઓ અપનાવી વધુ ઉત્પાદન મેળવવા અને દેશના તેલ આત્મનિર્ભરતા અભિયાનમાં યોગદાન આપવા અપીલ કરી હતી. બોટાદ જિલ્લા ખરીદ-વેચાણ સંઘના પ્રમુખ સુરેશ ગોધાણીએ કાર્યક્રમ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ખેડૂતોને પ્રમાણિત બીજ ઉપલબ્ધ કરાવવાથી ઉત્પાદનક્ષમતા વધશે અને શીંગના વાવેતર વિસ્તારમાં પણ વૃદ્ધિ થશે.
Read Original Article →