બોટાદમાં વિકાસકાર્યો, પ્રિ-મોન્સુન તૈયારીઓની સમીક્ષા:પ્રભારી સચિવ બી.જે. શાહે અધિકારીઓને માર્ગદર્શન આપ્યું

Gujarat6/2/2026, 1:30:44 PM
બોટાદમાં વિકાસકાર્યો, પ્રિ-મોન્સુન તૈયારીઓની સમીક્ષા:પ્રભારી સચિવ બી.જે. શાહે અધિકારીઓને માર્ગદર્શન આપ્યું
બોટાદ જિલ્લાના નવનિયુક્ત પ્રભારી સચિવ બી.જે. શાહની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રિ-મોન્સુન તૈયારીઓ અને વિવિધ વિકાસકાર્યોની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં શિક્ષણ, આરોગ્ય, મહિલા અને બાળ વિકાસ, પીજીવીસીએલ સહિતના વિવિધ વિભાગોની કામગીરીની સમીક્ષા થઈ હતી. પ્રભારી સચિવે વિકાસલક્ષી યોજનાઓની પ્રગતિ અંગે વિગતો મેળવી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. તેમણે શાળા પ્રવેશોત્સવ, આરટીઈ પ્રવેશ પ્રક્રિયા, આંગણવાડી કેન્દ્રોની કામગીરી અને પોષણ સંબંધિત કાર્યક્રમોની જાણકારી મેળવી. પ્રિ-મોન્સુન તૈયારીઓ અંતર્ગત ડેમોની સ્થિતિ, નદી-નાળાઓની સફાઈ, પૂર નિયંત્રણ, દવાઓનો જથ્થો અને તાત્કાલિક વ્યવસ્થાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. અધિકારીઓને આગોતરા આયોજન માટે સૂચનાઓ અપાઈ હતી. આ ઉપરાંત, આગામી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, વિશ્વ પર્યાવરણ દિવસ અને પ્રગતિ પથ યાત્રાના સફળ આયોજન માટે પણ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
Read Original Article →