પાળીયાદ પાંજરાપોળને 500 મણ લીલી જુવારનું દાન મળ્યું:બોટાદના કષ્ટભંજન રામધૂન મંડળે અબોલ પશુઓ માટે સહયોગ આપ્યો
પાળીયાદ મહાજન પાંજરાપોળને બોટાદના શ્રી કષ્ટભંજન રામધૂન મંડળ (ગાયત્રી નગર) તરફથી 500 મણ લીલી જુવારનું દાન મળ્યું છે. આ જુવાર બે ટ્રેક્ટર ભરીને અબોલ પશુઓના ભોજન માટે પાંજરાપોળને સુપરત કરવામાં આવી હતી. આ દાનનો મુખ્ય હેતુ પાંજરાપોળમાં આશ્રય પામેલા અબોલ પશુઓને પૌષ્ટિક આહાર પૂરો પાડવાનો છે. બોટાદ સ્થિત આ મંડળ દ્વારા પાળીયાદ પાંજરાપોળમાં નિયમિતપણે સહયોગ આપવામાં આવે છે. પાળીયાદ પાંજરાપોળ સંસ્થાએ શ્રી કષ્ટભંજન રામધૂન મંડળના આ સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
Read Original Article →