બોટાદ જૈન સમાજની ભાજપ પ્રમુખને રજૂઆત:નગરપાલિકા ચૂંટણીમાં ટિકિટ ફાળવણી મુદ્દે ચર્ચા

Gujarat4/9/2026, 9:54:38 AM
બોટાદ જૈન સમાજની ભાજપ પ્રમુખને રજૂઆત:નગરપાલિકા ચૂંટણીમાં ટિકિટ ફાળવણી મુદ્દે ચર્ચા
બોટાદ સમસ્ત જૈન સમાજે નગરપાલિકા ચૂંટણીમાં ટિકિટ ફાળવણી મુદ્દે શહેર ભાજપ પ્રમુખ કિરીટભાઈ પાટીવાળાને રજૂઆત કરી હતી. આ અંગે 9 એપ્રિલ, 2026ના રોજ સવારે 11 વાગ્યે શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિરની વાડી ખાતે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં દેરાવાસી, સ્થાનકવાસી અને દિગંબર જૈન સમાજના ટ્રસ્ટીઓ, કમિટી મેમ્બર્સ, આગેવાનો અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં નગરપાલિકા ચૂંટણીમાં જૈન સમાજમાંથી ઉમેદવારી નોંધાવવા અને પક્ષ દ્વારા ટિકિટ ફાળવણી અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી. જો જૈન સમાજના આગેવાનોને ટિકિટ નહીં મળે તો ચૂંટણીમાં નવાજૂની થવાના એંધાણની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી હતી. જૈન સમાજના અગ્રણીઓએ ગુરુવારે બોટાદ શહેર ભાજપ પ્રમુખ કિરીટભાઈ પાટીવાળાને રૂબરૂ બોલાવી રજૂઆત કરી હતી. તેમણે ચૂંટણી લડવા તૈયાર જૈન સમાજના સભ્યોની વિગતો અને બાયોડેટા કિરીટભાઈને સુપરત કર્યા હતા. આ ઉપરાંત, જૈન જ્ઞાતિને કાયમ થતા અન્યાય અને અન્ય વિવિધ સમસ્યાઓ અંગે પણ ધ્યાન દોરવામાં આવ્યું હતું. કિરીટભાઈ પાટીવાળાએ જૈન સમાજ પ્રત્યે સહાનુભૂતિ દર્શાવતા જણાવ્યું હતું કે તેઓ આ રજૂઆતોને ઉપરી સ્તરે પહોંચાડશે.
Read Original Article →