બોટાદ ભાજપમાં બળવો: પૂર્વ કોર્પોરેટરે અપક્ષ ઉમેદવારી નોંધાવી.:નગરપાલિકા ચૂંટણીમાં ટિકિટ કપાતા છત્રપાલ ધાંધલ મેદાનમાં
બોટાદ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર છત્રપાલ ધાંધલે ટિકિટ ન મળતા અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. આ ઘટનાથી બોટાદ ભાજપમાં બળવો થયો હોવાનું મનાય છે. છત્રપાલ ધાંધલ ગત ટર્મમાં બોટાદ નગરપાલિકાના વોર્ડ નંબર 9 માંથી ભાજપના કોર્પોરેટર હતા. તેમણે આ વખતે પણ વોર્ડ નંબર 9 માંથી ટિકિટ માટે દાવેદારી નોંધાવી હતી. ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર થયા બાદ તેમને ટિકિટ ન મળતા વિરોધનો સૂર ઉઠ્યો હતો. આજે ઉમેદવારી પત્ર ભરવાના છેલ્લા દિવસે છત્રપાલ ધાંધલે પોતાના મોટી સંખ્યામાં ટેકેદારો સાથે અપક્ષ ઉમેદવારી પત્ર ભર્યું હતું. તેમની અપક્ષ ઉમેદવારીથી બોટાદ ભાજપમાં ભંગાણના એંધાણ વર્તાઈ રહ્યા છે. અપક્ષ ઉમેદવાર છત્રપાલ ધાંધલે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ‘મેં વોર્ડ નંબર ૯ માં લોકોની વચ્ચે રહીને વિકાસના કામો કર્યા છે, તેથી વિસ્તારના લોકો મારી સાથે છે અને ચોક્કસ મારો વિજય થશે.’
Read Original Article →