હિમાલય કોલ્ડ સ્ટોરેજ દ્વારા 200 કિલો ગોળનું દાન:બોટાદ મુક્તિધામના શ્વાન લાડવા સેવાયજ્ઞને મળ્યો સહયોગ

Gujarat4/5/2026, 11:18:18 AM
હિમાલય કોલ્ડ સ્ટોરેજ દ્વારા 200 કિલો ગોળનું દાન:બોટાદ મુક્તિધામના શ્વાન લાડવા સેવાયજ્ઞને મળ્યો સહયોગ
બોટાદ મુક્તિધામ ખાતે શ્વાન માટે ચાલતા લાડવા સેવાયજ્ઞને હિમાલય કોલ્ડ સ્ટોરેજ, બોટાદ તરફથી 200 કિલો ગોળનું દાન મળ્યું છે. આ સેવાયજ્ઞ છેલ્લા 20 વર્ષથી સી.એલ. ભીકડિયાના માર્ગદર્શન હેઠળ અવિરત ચાલી રહ્યો છે. જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ અને નગરપાલિકાના સહયોગથી નિર્માણ પામેલા બોટાદ મુક્તિધામમાં દરરોજ સીમ-વગડાના શ્વાન માટે રોટલા બનાવવામાં આવે છે. આ ઉપરાંત, દર રવિવારે લાડવા બનાવીને વિતરણ કરવામાં આવે છે. આ જીવદયા સેવા પૂજ્ય આંબારામ બાપુના આશીર્વાદથી ચાલુ છે. આ જીવદયા સેવાયજ્ઞની એક વિશિષ્ટતા એ છે કે, સંસ્થા દ્વારા ક્યારેય કોઈની પાસે દાન માટે હાથ લંબાવવામાં આવતો નથી કે રોકડ રકમ સ્વીકારવામાં આવતી નથી. પરમાર્થના આ કાર્ય માટે જરૂરી ઘઉં, લોટ, ઘી, ગોળ જેવી વસ્તુઓ સ્વયંભૂ પ્રાપ્ત થાય છે. તાજેતરમાં, હિમાલય કોલ્ડ સ્ટોરેજ, બોટાદના માલિક દિનેશભાઈ કળથીયાએ શ્વાનના લાડવા માટે 200 કિલો ગોળનું દાન કર્યું છે.
Read Original Article →