બોટાદમાં ખનિજચોરીમાં મદદગારી કરનાર સગીર સહિત બે ઝડપાયા:અધિકારીઓની હિલચાલ અને લોકેશન વોટ્સએપ ગ્રુપ દ્વારા શેર કરતા હતા, બંનેના મોબાઇલ ફોન અને બાઈક કબજે

Gujarat6/4/2026, 3:37:12 PM
બોટાદમાં ખનિજચોરીમાં મદદગારી કરનાર સગીર સહિત બે ઝડપાયા:અધિકારીઓની હિલચાલ અને લોકેશન વોટ્સએપ ગ્રુપ દ્વારા શેર કરતા હતા, બંનેના મોબાઇલ ફોન અને બાઈક કબજે
બોટાદમાં ખનિજચોરીમાં મદદગારી કરનાર અને સરકારી અધિકારીઓની હિલચાલ અને લોકેશનની માહિતી પહોંચાડવાના આરોપસર કાયદાના સંઘર્ષમાં આવેલા સગીર સહિત બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. મદદનીશ ભૂસ્તરશાસ્ત્રીની ટીમને મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ટીમે બોટાદ તાલુકા પંચાયત કચેરી ખાતે તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન, બે વ્યક્તિઓ તેમના મોબાઇલ ફોન દ્વારા અધિકારીઓ અને તેમના વાહનોના લોકેશન વિવિધ વોટ્સએપ ગ્રુપોમાં શેર કરતા હોવાનું સામે આવ્યું. પૂછપરછમાં તેમની ઓળખ તુષાર વિપુલભાઈ તેમજ એકની સગીર તરીકે ઓળખ થઈ હતી. શખ્સોના મોબાઇલ ફોનમાંથી અનેક વોટ્સએપ ગ્રુપ મળી આવ્યા હતા. આ ગ્રુપોમાં ખનિજ ખોદકામ, વહન અને સંગ્રહ સાથે સંકળાયેલા લોકોને ઓડિયો મેસેજ અને અન્ય માધ્યમો દ્વારા માહિતી પહોંચાડવામાં આવતી હતી. પોલીસે બંનેના મોબાઇલ ફોન અને મોટરસાયકલો કબજે લીધા છે. બોટાદ સિટી પોલીસ સ્ટેશનમાં બંને આરોપીઓ ઉપરાંત સંબંધિત વોટ્સએપ ગ્રુપોના એડમિન અને સભ્યો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. તેમના પર સરકારી ફરજમાં અવરોધ ઉભો કરવા અને ગેરકાયદે ખનિજ પ્રવૃત્તિઓને મદદરૂપ થવાનો આરોપ છે. બોટાદના મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી બી. એમ. જાલોધરાએ આ માહિતી આપી હતી.
Read Original Article →