પ્રેમસંબંધમાં યુવકની ઘાતકી હત્યા:પરણીત યુવતીએ સાસરે મળવા બોલાવ્યો, પરિવારને જાણ થતાં રસ્તામાં જ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો, સારવાર દરમિયાન મોતને ભેટ્યો

Gujarat6/7/2026, 7:53:19 AM
પ્રેમસંબંધમાં યુવકની ઘાતકી હત્યા:પરણીત યુવતીએ સાસરે મળવા બોલાવ્યો, પરિવારને જાણ થતાં રસ્તામાં જ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો, સારવાર દરમિયાન મોતને ભેટ્યો
બોટાદમાં પ્રેમસંબંધના કારણે એક યુવકની હત્યા કરવામાં આવી છે. રાણપુર પોલીસે આ મામલે ચાર આરોપી સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મૃતક યુવક હર્ષ ચૌહાણ બોટાદ શહેરના ખોડીયારનગર-2 વિસ્તારનો રહેવાસી હતો. પરણીત યુવતીએ સાસરે મળવા બોલાવ્યો પ્રાથમિક માહિતી અનુસાર, મૃતક હર્ષ ચૌહાણને અળવ ગામની એક પરિણીત યુવતી સાથે પ્રેમસંબંધ હતો. આ યુવતીના લગ્ન કાનીયાડ ગામે થયા હતા. પરિવારને જાણ થતાં રસ્તામાં જ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો ગત 5 જૂનની રાત્રે યુવતીએ હર્ષને કાનીયાડ ખાતે મળવા બોલાવ્યો હતો. આ વાતની જાણ યુવતીના સાસરી પક્ષ અને પિયર પક્ષના લોકોને થતાં તેઓએ કાનીયાડ અને અળવ ગામ વચ્ચે યુવતીને મળવા જતાં યુવક પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. સારવાર દરમિયાન મોતને ભેટ્યો ગંભીર રીતે ઘાયલ થયેલા હર્ષે પોતાના ભાઈ કરણ ચૌહાણને ફોન કરીને ઘટનાની જાણ કરી હતી. જેને પગલે પરિવારજનો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને હર્ષને સારવાર માટે પહેલાં બોટાદ અને પછી ભાવનગર ખસેડ્યો હતો. જોકે, સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. પિયર-સાસરી પક્ષના ચાર સામે ગુનો દાખલ આ બનાવ અંગે મૃતકના ભાઈ કરણ ચૌહાણની ફરિયાદના આધારે રાણપુર પોલીસે ચાર વ્યક્તિ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો છે. આરોપીઓમાં કાનીયાડ ગામના પરેશ ભરત ચૌહાણ અને ભરત મોહન ચૌહાણ તેમજ અળવ ગામના વલ્લભ શીવા અને પારસ શીવાનો સમાવેશ થાય છે. રાણપુર પોલીસે આ ચારેય આરોપીને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે. ------ આ પણ વાંચો ચા પીવા ગયેલા 2 મિત્રોના મર્ડર, CCTV ડાયમંડ સિટી સુરતમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જાણે કથળી રહી હોય તેમ વધુ એક ડબલ મર્ડરની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. શહેરના સિંગણપોર વિસ્તારમાં ગત(6 જૂન) મોડી રાત્રે સામાન્ય બાબતે થયેલા ઝઘડામાં 10થી 15 જેટલા અસામાજિક તત્વો ઘાતક હથિયારો સાથે પાંચ મિત્રો પર તૂટી પડ્યા હતા. આ હુમલામાં ચપ્પુના ઘા વાગવાથી બે આશાસ્પદ યુવકોના સ્મીમેર હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યા છે. બંને મિત્રોની હત્યા પહેલાના CCTV પણ સામે આવ્યા છે. વાંચો સંપૂર્ણ અહેવાલ… જમીન વિવાદમાં ભાઈએ જ ભાઈનો જીવ લીધો અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાંથી 4 જૂને એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી હતી. કંટાળા ગામે જમીનની ભાગબટાઈના નજીવા વિવાદમાં સગા મોટા ભાઈ અને તેના પરિવારે થઈને નાના ભાઈની નિર્મમ હત્યા કરી નાખતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. આ લોહીયાળ જંગમાં વચ્ચે પડેલા મૃતકની પત્ની અને અન્ય એક મહિલા પર પણ હિંસક હુમલો કરવામાં આવ્યો હતો. સંપૂર્ણ અહેવાલ વાંચો… કોડીનારમાં લગ્નના 3 જ મહિનામાં પતિએ કરી પત્નીની હત્યા ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના દેવલપુર ગામમાં બે દિવસ પહેલાં (24 મે) બનેલી એક મહિલાના મોતના મામલામાં એક ચોંકાવનારો અને કંપારી છૂટી જાય તેવો ખુલાસો સામે આવ્યો હતો. શરૂઆતમાં જે ઘટનાને આત્મહત્યા ગણાવવામાં આવી રહી હતી, તે હકીકતમાં એક ક્રૂર હત્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. પત્નીએ ગળાફાંસો ખાધો હોવાનો દાવો કરનાર પતિ જ તેનો અસલી હત્યારો નીકળ્યો હતો. વાંચો સંપૂર્ણ અહેવાલ…
Read Original Article →