બોટાદ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી ફોર્મ ચકાસણી પૂર્ણ:જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકાના 121 ફોર્મ અમાન્ય ઠર્યા

Gujarat4/13/2026, 2:45:04 PM
બોટાદ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી ફોર્મ ચકાસણી પૂર્ણ:જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકાના 121 ફોર્મ અમાન્ય ઠર્યા
બોટાદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મની ચકાસણી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. આ પ્રક્રિયામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને બરવાળા નગરપાલિકા માટે ભરાયેલા કુલ ફોર્મમાંથી કેટલાક માન્ય રાખવામાં આવ્યા છે, જ્યારે કેટલાક અમાન્ય ઠેરવવામાં આવ્યા છે. બોટાદ જિલ્લા પંચાયતની કુલ ૨૦ બેઠકો માટે ૯૩ ઉમેદવારી ફોર્મ ભરાયા હતા. ચકાસણી બાદ તેમાંથી ૬૮ ફોર્મ માન્ય રાખવામાં આવ્યા છે, જ્યારે ૨૫ ફોર્મ અમાન્ય જાહેર કરવામાં આવ્યા છે. તાલુકા પંચાયતોની વાત કરીએ તો, બોટાદ તાલુકા પંચાયતની ૨૨ બેઠકો માટે ૭૭ ફોર્મ ભરાયા હતા, જેમાંથી ૬૫ માન્ય અને ૧૨ અમાન્ય થયા. ગઢડા તાલુકા પંચાયતની ૨૨ બેઠકો માટે ૯૯ ફોર્મ ભરાયા હતા, જેમાંથી ૭૩ ફોર્મ માન્ય અને ૨૬ ફોર્મ અમાન્ય ઠેરવવામાં આવ્યા છે. આ ઉપરાંત, બરવાળા તાલુકા પંચાયતની ૧૬ બેઠકો માટે ૫૪ ફોર્મ ભરાયા હતા, જેમાંથી ૪૪ માન્ય અને ૧૦ અમાન્ય થયા. રાણપુર તાલુકા પંચાયતની ૧૮ બેઠકો માટે ૮૪ ફોર્મ ભરાયા હતા, જેમાં ૬૦ ફોર્મ માન્ય અને ૨૪ ફોર્મ અમાન્ય જાહેર કરાયા છે. બરવાળા નગરપાલિકાના ૬ વોર્ડની કુલ ૨૪ બેઠકો માટે ૫૦ ઉમેદવારી ફોર્મ ભરાયા હતા. નોંધનીય છે કે, ચકાસણી પ્રક્રિયામાં આ તમામ ૫૦ ફોર્મ માન્ય રાખવામાં આવ્યા છે.
Read Original Article →