ગઢડામાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે AAP સક્રિય:7 જિલ્લા, 22 તાલુકા પંચાયત બેઠકો માટે ઉમેદવારોએ ફોર્મ ઉપાડ્યા

Gujarat4/6/2026, 10:41:38 AM
ગઢડામાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે AAP સક્રિય:7 જિલ્લા, 22 તાલુકા પંચાયત બેઠકો માટે ઉમેદવારોએ ફોર્મ ઉપાડ્યા
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય પ્રવૃત્તિઓ તેજ બની છે. આમ આદમી પાર્ટી (AAP) દ્વારા આજે ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ઉપાડવામાં આવ્યા છે. ગઢડા તાલુકાની કુલ સાત જિલ્લા પંચાયત બેઠકો અને બાવીસ તાલુકા પંચાયત બેઠકો માટે ઉમેદવારી પ્રક્રિયા શરૂ થઈ છે. AAP આ બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતારશે. ગઢડા તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ મહેન્દ્ર સાચીયાએ જણાવ્યું હતું કે, પાર્ટી આ ચૂંટણીમાં મજબૂતીથી મેદાનમાં ઉતરશે. તેમણે ઉમેર્યું કે, જીત હાંસલ કરવા માટે સંપૂર્ણ શક્તિ લગાવવામાં આવશે.
Read Original Article →