ઢસા પોલીસે ₹32.81 લાખનો દારૂ નાશ કર્યો:11 ગુનામાં પકડાયેલી 10,195 બોટલનો જેસીબી દ્વારા નાશ કરાયો

Gujarat5/15/2026, 3:30:58 PM
ઢસા પોલીસે ₹32.81 લાખનો દારૂ નાશ કર્યો:11 ગુનામાં પકડાયેલી 10,195 બોટલનો જેસીબી દ્વારા નાશ કરાયો
બોટાદ જિલ્લાના ઢસા ગામે આજે સાંજે ઢસા પોલીસ સ્ટેશન દ્વારા જપ્ત કરાયેલા ₹32.81 લાખના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. ગઢડા રોડ પર ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં આ કાર્યવાહી કરાઈ હતી. આ દારૂનો જથ્થો કુલ 11 અલગ-અલગ ગુનાઓમાં પકડવામાં આવ્યો હતો, જેમાં 10,195 બોટલ વિદેશી દારૂનો સમાવેશ થાય છે. જેસીબી દ્વારા આ દારૂનો નાશ કરાયો હતો. દારૂના આ જથ્થાનો નાશ બોટાદ પ્રાંત અધિકારી આરતી ગોસ્વામી, DYSP મહર્ષિ રાવલ અને ગઢડા મામલતદાર સિદ્ધરાજસિંહ વાળા સહિતના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં કરવામાં આવ્યો હતો. બોટાદ ડિવાયએસપી મહર્ષિ રાવલે આ અંગેની માહિતી આપી હતી.
Read Original Article →