બોટાદમાં LCBએ રાજ કોકોનેટ તેલની દુકાન પર રેડ:શંકાસ્પદ તેલના 16.11 લાખની કિંમતના 561 ડબા જપ્ત, દુકાન સીલ

Gujarat5/21/2026, 4:15:05 PM
બોટાદમાં LCBએ રાજ કોકોનેટ તેલની દુકાન પર રેડ:શંકાસ્પદ તેલના 16.11 લાખની કિંમતના 561 ડબા જપ્ત, દુકાન સીલ
બોટાદ શહેરના શાકમાર્કેટ વિસ્તારમાં આવેલી રાજ કોકોનેટ તેલની દુકાન પર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા રેડ પાડવામાં આવી હતી. આ કાર્યવાહીમાં દુકાનમાંથી કુલ 16.11 લાખ રૂપિયાની કિંમતના 561 શંકાસ્પદ તેલના ડબા જપ્ત કરવામાં આવ્યા છે. જપ્ત કરાયેલા તેલના ડબા પર 'રાજ પ્રોટીન ગોંડલ' કંપનીના લેબલ લગાવેલા હતા. આ માલ શંકાસ્પદ જણાતા પોલીસે તેને કબજે લીધો હતો. સંશયજનક માલ જપ્ત કર્યા બાદ પોલીસે દુકાનને સીલ કરી દીધી છે. LCB PI પાવરાએ જણાવ્યું હતું કે, આ મામલે વધુ તપાસ ચાલુ છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
Read Original Article →