બોટાદ LCB એ ત્રણ વર્ષથી ફરાર મહિલાને ઝડપી:ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલી પાલીતાણાની મહિલાની ધરપકડ
બોટાદ LCB પોલીસે ઘરફોડ ચોરીના ગુનામાં ત્રણ વર્ષથી નાસતી ફરતી મહિલા આરોપી ચકુબેન રણજીત ઉર્ફે બોડીયો પરમારની ધરપકડ કરી છે. પાલીતાણાની આ મહિલા બોટાદ અને ગઢડા પંથકમાં ઘરફોડ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલી હતી. પોલીસને મળેલી બાતમીના આધારે, LCB ટીમે બોટાદ રેલ્વે સ્ટેશન પાસેથી ચકુબેનની ધરપકડ કરી હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, મહિલા આરોપી તેની ગેંગ સાથે સોસાયટીઓમાં રેકી કરતી હતી અને બંધ મકાનોને નિશાન બનાવતી હતી. પોલીસે મહિલા આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ અને તપાસ હાથ ધરી છે.
Read Original Article →