અમદાવાદ જેલમાંથી ફરાર ભાવનગરનો આજીવન કેદી બોટાદમાંથી ઝડપાયો:LCBએ ગુપ્ત બાતમીના આધારે પકડ્યો, 10 દિવસના પેરોલ બાદ ફરાર થયો હતો

Gujarat5/19/2026, 4:21:26 PM
અમદાવાદ જેલમાંથી ફરાર ભાવનગરનો આજીવન કેદી બોટાદમાંથી ઝડપાયો:LCBએ ગુપ્ત બાતમીના આધારે પકડ્યો, 10 દિવસના પેરોલ બાદ ફરાર થયો હતો
બોટાદ LCBએ અમદાવાદ મધ્યસ્થ જેલમાંથી પેરોલ જમ્પ કરીને ફરાર થયેલા એક આજીવન કેદીને ઝડપી પાડ્યો છે. ગુપ્ત બાતમીના આધારે આરોપીને વટામણ ચોકડી નજીકથી પકડી પાડવામાં આવ્યો હતો. ઝડપાયેલા આરોપીની ઓળખ બોટાદ જિલ્લાના નાગલપર ગામના ગગજી ઉર્ફે કપુર ભગવાનભાઈ જોગરાણા તરીકે થઈ છે. તે ભાવનગર જિલ્લાના વેળાવદર ભાલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગંભીર ગુનાઓમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો હતો. આરોપી અમદાવાદ મધ્યસ્થ જેલમાં પાકા કામના કેદી તરીકે સજા કાપી રહ્યો હતો. તેને 9 ડિસેમ્બર 2025 થી 20 ડિસેમ્બર 2025 સુધી 10 દિવસના પેરોલ જામીન મંજૂર કરવામાં આવ્યા હતા. જોકે, નિર્ધારિત સમય પૂરો થયા બાદ તે જેલમાં પરત હાજર થયો નહોતો અને ફરાર થઈ ગયો હતો. બોટાદ LCB ટીમે આ મામલે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Read Original Article →