હડદડ ખેડૂત-પોલીસ ઘર્ષણ મામલે આપ નેતાની ધરપકડ:કિશાન મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ ભગુ બોરીયાને LCBએ પકડ્યા, 6 મહિનાથી ફરાર હતા
બોટાદ એલસીબી પોલીસે આમ આદમી પાર્ટી (AAP) કિસાન મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ ભગુભાઈ ગભરૂભાઈ બોરીચાની ધરપકડ કરી છે. આ કાર્યવાહી બોટાદ જિલ્લામાં થઈ છે. ભગુભાઈ બોરીચાનું નામ ૧૨ ઓક્ટોબરના રોજ બોટાદ જિલ્લાના હડદડ ગામે પોલીસ સાથે થયેલા ઘર્ષણના કેસમાં આરોપી તરીકે સામે આવ્યું હતું. ભગુભાઈ બોરીચા ગઢડા તાલુકાની મોટા સખપર તાલુકા પંચાયત બેઠક માટે AAPના ઉમેદવાર પણ છે. આ કારણોસર તેમની ધરપકડને રાજકીય રીતે પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. હાલ બોટાદ પોલીસ દ્વારા આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
Read Original Article →