બોટાદના કૃષ્ણસાગર તળાવમાંથી મૃતદેહ મળ્યો:ફાયર ટીમે બહાર કાઢ્યો, પોલીસ તપાસ શરૂ

Gujarat5/14/2026, 5:49:15 AM
બોટાદના કૃષ્ણસાગર તળાવમાંથી મૃતદેહ મળ્યો:ફાયર ટીમે બહાર કાઢ્યો, પોલીસ તપાસ શરૂ
બોટાદ શહેરના કૃષ્ણસાગર તળાવમાંથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે. આ અંગેની જાણ થતાં જ સ્થાનિકોએ બોટાદ ફાયર બ્રિગેડને જાણ કરી હતી, જેથી ફાયરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડની ટીમે સોનાર સ્કેનરની મદદથી તળાવમાં શોધખોળ હાથ ધરી હતી. લાંબી શોધખોળ બાદ મૃતદેહને તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. મૃતદેહના ખિસ્સામાંથી આધાર કાર્ડ મળી આવ્યું હતું, જેના આધારે મૃતકની ઓળખ કમલેશભાઈ વલ્લભભાઈ નાયક તરીકે થઈ છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. મૃત્યુનું કારણ આત્મહત્યા છે કે અન્ય કોઈ કારણોસર થયું છે, તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે.
Read Original Article →