બોટાદની કિન્ડર જોઈ પ્રી-સ્કૂલમાં:બાળકોને મોમેન્ટો આપી પ્રોત્સાહિત કરાયા
બોટાદના પાળીયાદ રોડ પર પંજવાણી કાંટા પાસે ઉમા પાર્ક 4 માં આવેલી કિન્ડર જોઈ પ્રી-સ્કૂલમાં શૈક્ષણિક સત્રના સમાપ્તિ પ્રસંગે બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે UKG માંથી ધોરણ 1 માં જતા બાળકો માટે વિદાય સમારોહનું પણ આયોજન કરાયું હતું. શાળામાં વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લેનાર બાળકોને પ્રમાણપત્ર અને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ દ્વારા બાળકોના ઉત્સાહમાં વધારો કરાયો હતો. વિદાય સમારોહ દરમિયાન બાળકોએ પોતાની સુંદર પ્રતિકૃતિઓ રજૂ કરી હતી. આ કાર્યક્રમ ખૂબ જ મનમોહક રહ્યો હતો. શાળાના તમામ શિક્ષકોએ બાળકોના કાર્યક્રમને સફળ બનાવવા માટે સઘન પ્રયાસો કર્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ શાળાના પ્રિન્સિપાલ રાખીબેન કમલકુમાર લીંબડીયાના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. કિન્ડર જોઈ પ્રી-સ્કૂલમાં બાળકોને વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા શિક્ષણ આપવામાં આવે છે અને દરેક તહેવારોનું મહત્વ સમજાવીને તેની ઉજવણી પણ કરવામાં આવે છે.
Read Original Article →