બોટાદ સહકાર નગર જીવદયા ગ્રુપે કર્યું ઘાસનું વિતરણ:સાત સ્થળોએ અબોલ જીવોને લીલું ઘાસ ખવડાવ્યું
બોટાદના સહકાર નગર જીવદયા ગ્રુપ દ્વારા ચૈત્ર વદ ત્રીજ, રવિવાર, 05/04/2026 ના રોજ અબોલ પશુઓને લીલું ઘાસ ખવડાવવામાં આવ્યું. આ કાર્યક્રમ અંતર્ગત કુલ સાત સ્થળોએ ઘાસનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઘાસનું વિતરણ દામુભાઈની વાડી મહાજન પાંજરાપોળ (બોટાદ) ખાતે બે ટ્રેક્ટર દ્વારા કરવામાં આવ્યું. આ ઉપરાંત, બીટ અને પાળીયાદ મહાજન પાંજરાપોળમાં એક આઈસર, ઢસા મહાજન પાંજરાપોળમાં એક યુટિલિટી, ટાટમ મહાજન પાંજરાપોળમાં એક યુટિલિટી, નાનાભડલા મહાજન પાંજરાપોળમાં એક છોટા હાથી, તરઘરા મોગલ ધામ મંદિરે એક છોટા હાથી અને સુરેન્દ્રનગરમાં ગાય માતાને એક ટેમ્પો દ્વારા લીલું ઘાસ પહોંચાડવામાં આવ્યું હતું. આ જીવદયા કાર્યક્રમમાં કુલ રૂ. 25,000નું દાન અશોકભાઈ જગજીવનદાસ શાહ અને તેમના પરિવાર (બોટાદ) દ્વારા તેમના આત્મશ્રેયાર્થે આપવામાં આવ્યું હતું. શાંતિલાલ રતિલાલ દેસાઈ (બોટાદ, હાલ અમદાવાદ) દ્વારા રૂ. 20,000નું યોગદાન આપવામાં આવ્યું. અન્ય સહયોગી દાતાઓ તરફથી રૂ. 18,700નું દાન મળ્યું. જીવરાજભાઈ નાગરભાઈ ઝાલા (લાઠીદડવાળા, હાલ બોટાદ) દ્વારા રૂ. 13,000નું દાન અપાયું. પ્રભુ મહાવીર સ્વામી જન્મ કલ્યાણકના દિવસે સમસ્ત જૈન સંઘ (બોટાદ) તરફથી જીવદયા માટે રૂ. 9,350 મળ્યા. સ્વ. હેમકુંવરબેન નેમચંદ દેવશી ગુઢકા તથા સ્વ. દર્શનાબેનના આત્મશ્રેયાર્થે ઋષભ વિજયભાઈ શાહ પરિવાર (મૂળ મિઠોઈ, હાલ લંડન) દ્વારા રૂ. 3,501નું દાન આપવામાં આવ્યું. માતૃશ્રી લીલાવતીબેન શિવાલાલભાઈ શાહ (તુરખાવાળા, બોટાદ) અને ચશ્મા ઘર હસ્તે મનીષભાઈ (બોટાદ) દ્વારા રૂ. 2,500નું દાન મળ્યું. રૂપાબેન રિતેશભાઈ માનવના લગ્ન પ્રસંગ નિમિત્તે (સુરેન્દ્રનગર) રૂ. 2,500નું યોગદાન અપાયું. સ્વ. જયેશભાઈ હિંમતલાલ શાહ Hm પરિવાર (બોટાદ) દ્વારા રૂ. 1,500, સંદીપભાઈ મહેતા (બોરીવલી, મુંબઈ) દ્વારા રૂ. 1,111, અને એક ગુરુભક્ત પરિવાર (બોટાદ) દ્વારા રૂ. 1,000નું દાન મળ્યું. સ્વ. લતાબેન રાજેશભાઈ શાહ (બોટાદ) તરફથી રૂ. 1,000, એક ગુરુભક્ત પરિવાર (બોટાદ) તરફથી રૂ. 500, યોગશ્રમણ મહારાજ સાહેબના જન્મદિવસ નિમિત્તે પી.ડી. કોઠારી (બોટાદ) દ્વારા રૂ. 500, અને હીનાબેન હિતેશભાઈ બગડીયાના જન્મદિવસ નિમિત્તે (બોટાદ) રૂ. 500નું દાન મળ્યું. સહકાર નગર જીવદયા ગ્રુપ દ્વારા તમામ લાભાર્થી પરિવારો અને દાતાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
Read Original Article →